કેન્દ્રએ પેન્શનધારકો માટે યુનિક ફેસ રેક્ગ્નિશન ટેક્નોલોજીનો પ્રારંભ કર્યો

નવી દિલ્હીઃ નોકરીમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને સિનિયર સિટિઝનોને પેન્શન લેવામાં સહુલિયત થાય અને ઇઝ ઓફ લિવિંગમાં સરળતા રહે એ માટે રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન ડો. જિતેન્દ્ર સિંહે પેન્શનધારકો માટે યુનિક ફેસ રેક્ગ્નિશન ટેકનોલોજીનો શુભારંભ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આનાથી નિવૃત્ત નાગરિકોને સરળતા રહેશે. તેમણે કહ્યું હતું કે જીવનનું પ્રમાણપત્ર આપવા માટે ફેસ રેક્ગ્નિશન ટેક્નોલોજી એક ઐતિહાસિક અને દૂરગામી સુધારો છે, કેમ કે એ ન તો માત્ર કેન્દ્ર સરકારના 68 લાખના પેન્શનધારકોને સુવિધા પ્રદાન કરશે, પણ એ વિભાગના બહારના અધિકાર ક્ષેત્ર જેવાં કે કરોડો EPFOના, રાજ્ય સરકારના પેન્શનધારકોને આ ટેક્નોલોજીનો લાભ મળશે. તેમણે પેન્શન અને પેન્શનધારકો કલ્યાણ વિભાગ માટે આ પ્રકારની ટેક્નિક બનાવવા માટે અને એને સંભવ બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયની સાથે UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા)નો પણ આભાર માન્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર હંમેશાં નિવૃત્ત અને પેન્શનધારકો સહિત સમાજના બધા વર્ગો માટે ઇઝ ઓફ ડુઇંગની વકીલાત કરી હતી, જે પોતાના બધા પ્રકારના અનુભવો અને લાંબા વર્ષોની સેવાની સાથે રાષ્ટ્રની સંપત્તિ છે.

પેન્શન વિભાગ દ્વારા કોરોના રોગચાળામાં પેન્શન-કુટંબ પેન્શન જારી કરવાની દિશામાં કેટલાય પ્રકારના સુધારા કરવામાં આવ્યા છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિબાગ પેન્શનધારકોની જાગરુકતા માટે ઈ-બુકલેટ પણ જારી કરી રહ્યું છે અને ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ અને અન્ય સોશિયલ મિડિયા પર જાગરુકતા ઝુંબેશ પણ ચલાવી રહ્યો છે. આ સાથે વિભાગે ‘અનુભવ’ નામનું એક પોર્ટલ પણ શરૂ કર્યું છે, જે હવે સંસાદનનો એક મોટો આધાર બની ચૂક્યું છે. વિભાગે પેન્શન કોર્ટોને રજૂ નથી કરી પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ડિજિટલ કોર્ટોના આયોજન કરવા માટે ટેક્નોલોજીનો લાભ પણ ઉઠાવ્યો છે.