જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો, 10ના મોત 33 ઘાયલ

ગઈકાલ 9મી જુનના રવિવાર દેશ માટે મહત્વનો રહ્યો. જ્યાં એક બાજું નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખતા પ્રધાનમંત્રી પદ માટે શપત ગૃહણ કર્યા. તો T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની હાઈ વોલટેજ મેચ પણ ગઈકાલે રમાય હતી. જેમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. જ્યારે દેશ ઉત્સવના રંગમાં રંગાયેલું હતું ત્યારે જમ્મુ કાશ્મીરથી મોટા આતંકી હુમલાની ઘટના સામે આવી છે.

ગત રવિવાર એટલે 9 જુનના સાંજના સમયે શંકાસ્પદ આતંકીઓએ શ્રદ્ધાળુઓની એક બસ પર ગોળીબાર કર્યો હતો. જંગલમાં વૃક્ષોની આડમાં છુપાયેલા આતંકીઓએ ઘાત લગાવીને ડ્રાઇવર પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 10 શ્રદ્ધાળુઓ મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. હુમલાને કારણે ડ્રાઇવરે બસ પર કાબુ ગુમાવી હતો જેથી બસ નજીકની ખાઇમાં ખાબકી હતી. જેને કારણે પણ અનેક લોકો ઘાયલ થયા છે. બસ શિવ ખોરી મંદિરેથી કટરા પરતી વખતે આતંકીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો હતો.

જમ્મુ કાશ્મીર ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલી બસ રિયાસી જિલ્લાના રાંસૂમાં આવેલા શિવ ખોરી મંદિરેથી કટરા તરફ જઇ રહી હતી. આ દરમિયાન આતંકીઓએ કાંડા ચંડી વિસ્તારમાં બસના ડ્રાઇવર પર ગોળીબાર કર્યો હતો. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આતંકી હુમલામાં ૩3 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા છે. ઉલ્લેખનીય છે કે મૃત્યુઆંક 10થી વધી શકે છે. જે વિસ્તારમાં આ ઘટના બની તે રાજોરી જિલ્લાની સરહદે આવેલો છે. રાજોરીમાં અગાઉ અનેક વખત આતંકી હુમલા થઇ ચુક્યા છે. આ સમગ્ર ઘટના બાદ પોલીસ અને સુરક્ષા દળો તાત્કાલીક દોડી ગયા હતા અને શ્રદ્ધાળુઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આતંકીઓએ આયોજનપૂર્વક આ હુમલો કર્યો હોવાની શક્યતાઓ છે. અહેવાલો પ્રમાણે આતંકીઓ રાજોરી, પૂંચ અને રિયાસી વિસ્તારમાં હોઇ શકે છે. તો આ સાથે જ આતંકીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

શપથ ગ્રહણ સમારોહના દિવસે જ આતંકીઓ દ્વારા થયેલા હુમલાને લઇને વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તો આ સાથે જ PM બન્યા સાથે નરેન્દ્ર મોદીએ ટેલીફોનીક વાત કરી સ્થિતી સમીક્ષા કરી હવોની માહિતી પણ મળી રહી છે.