સુબ્રમણ્યમ સ્વામી IIT સામે કેસ જીતી ગયાં, મળશે 40 લાખથી વધારે

નવી દિલ્હીઃ બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી છેલ્લા પાંચ દશકથી આઈઆઈટી દિલ્હી વિરુદ્ધ ચાલી રહેલી કાયદાકીય લડાઈ જીતી ગયાં છે. દિલ્હીની એક સ્થાનિક કોર્ટે આદેશ આપ્યે કે આઈઆઈટી દિલ્હી સ્વામીને 1972 થી 1991 રુપિયા વચ્ચેની સેલરીની ચૂકવણી કરે. કોર્ટે સંસ્થાનને એ પણ આદેશ આપ્યો કે બાકી રકમની ચૂકવણી 8 ટકા વાર્ષિકના વ્યાજ સાથે આપવામાં આવે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ રકમ આશરે 40 થી 45 લાખ રુપિયા જેટલી છે. તો બીજી તરફ આઈઆઈટી દિલ્હીના ઓફિસરો અનુસાર આ મામલો સંસ્થાનના બોર્ડ ઓફ ગવર્નર્સ પાસે જશે જે આગળની રણનીતિ નક્કી કરશે.

આપને જણાવી દઈએ કે રાજનીતિમાં સક્રિય થતા પહેલા સ્વામીએ આઈઆઈટીમાં ત્રણ વર્ષ સુધી 1969 થી 1972 વચ્ચે ઈકોનોમિક્સ ભણાવ્યું હતું. 1972માં સંસ્થાએ સ્વામીને બર્ખાસ્ત કરી દીધા હતા. સંસ્થા અને સ્વામી વચ્ચે ઘણીવાર ટકરાવ થવાના કારણે આનું કારણ માનવામાં આવ્યું. દિલ્હીની એક કોર્ટના નિર્ણય બાદ સ્વામીને ફરીથી જોડવામાં આવ્યા.

સ્વામીએ જણાવ્યું કે મને ત્યાંથી હટાવવામાં આવ્યો તે વાત રાજનીતિથી પ્રેરિત હતી, એટલા માટે તેઓ પોતાના બાકીના નાણાની માંગ કરી રહ્યા હતા. આ લાંબી કાયદાકીય લડાઈમાં મળેલી જીત બાદ સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું કે આ નિર્ણય શિક્ષણ જગતમાં વ્યાપ્ત વિકૃત માનસિકતાના લોકો માટે એક મિસાલ રજૂ કરશે.

આપને જણાવી દઈએ કે વાર્ષિક 18 ટકા વ્યાજ સાથે પોતાના બાકી નાણાની માંગ કરી હતી. જો કે કોર્ટે 8 ટકા વાર્ષીકના વ્યાજદર સાથે ચૂકવણીનો આદેશ આપવામાં આવ્યો. દશકોથી ચાલી રહેલી આ લડાઈમાં કોઈ નિર્ણય ન આવ્યા બાદ કથિત રીતે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પણ દખલ કરી હતી. એચઆરડીએ કથિત રીતે આઈઆઈટીને જણાવ્યું હતું કે તેઓ આ મામલે કોર્ટની બહાર સમાધાન કરવાનો પ્રયત્ન કરે પરંતુ આ વાતનો સંસ્થાએ ઈનકાર કરી દીધો હતો.