રાહુલ ગાંધીએ અમેઠીમાંથી ઉમેદવારી નોંધાવી; રોડ શો પણ કર્યો

અમેઠી (ઉ.પ્ર.) – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આગામી લોકસભા ચૂંટણી માટે આજે અહીંથી તેમની ઉમેદવારી નોંધાવી દીધી છે.

અમેઠી લોકસભા મતવિસ્તારમાંથી રાહુલ 2014માં વિજેતા બન્યા હતા અને તે પહેલાં 2009 અને 2004માં પણ આ જ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.

આ વખતે સાત રાઉન્ડની લોકસભા ચૂંટણીમાં અમેઠીમાં 6 મેએ મતદાનનો દિવસ નક્કી કરાયો છે, જે પાંચમો રાઉન્ડ હશે.

રાહુલે આજે ઉમેદવારીપત્ર સુપરત કર્યું ત્યારે એમની સાથે એમના પરિવારના તમામ સભ્યો હાજર હતાં – માતા અને યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી, બહેન અને પક્ષનાં મહામંત્રી (પૂર્વીય ઉત્તર પ્રદેશ) પ્રિયંકા ગાંધી-વાડ્રા, બનેવી રોબર્ટ વાડ્રા, ભાણો રેહાન અને ભાણી મિરાયા.

રાહુલે ઉમેદવારી નોંધાવી એ પહેલાં રોડ શો કર્યો હતો જે લગભગ બે કલાકનો રહ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]