મેડિકલ-સીટો ખાલી છતાં વિદ્યાર્થીઓ યુક્રેન જવા મજબૂરઃ હાઈકોર્ટ

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે PG મેડિકલ કોર્સિસમાં ખાલી સીટોનો હવાલો આપીને ટિપ્પણી કરતાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓને યુક્રેન જેવા દેશમાં જવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. જસ્ટિસ વિપીન સાંઘી અને જસ્ટિસ ચાવલાની ખંડપીઠ કટ-ઓફ પર્યન્ટાઇલમાં છૂટછાટ આપવા વિદ્યાર્થીઓના એક ગ્રુપની રિટ પર સુનાવણી કરી રહી હતી.

હાઇકોર્ટની ખંડપીઠે આ વર્ષ માટે NEET PG મેડિકલ કોર્સિસમાં કટ-ઓફ્ફની ફિક્સિંગ પર્સન્ટાઇલ સંબંધિત વિગતો રજૂ કરવા માટે નિર્દેશ આપતાં સુનાવણી 23 માર્ચ સુધી ટાળી હતી.

હાઇકોર્ટમાં કોર્સિસની સુનાવણી દરમ્યાન અરજીકર્તાઓએ પર્સન્ટાઇલનાં ધારાધોરણો ઊંચા હોવાથી ભાગ લેવામાં પડતી મુશ્કેલીઓ થતી હોવાનું જણાવ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું હતું કે પર્સન્ટેજ કરતાં માપદંડો અલગ હોવાનું પણ જણાવ્યું હતું અને આ કોર્સિસમાં વર્ગીકરણ મેરિટને આધારે થતી હોવાનું પણ જણાવ્યું હતું. જેથી ખંડપીઠે જણાવ્યું હતું કે દેશમાં ડોક્ટરોની અછત છે, પછી ભલે એ MBBS કે સ્પેશિયલિસ્ટની જગ્યા હોય, પણ આ સ્થિતિને કારણે વિદ્યાર્થીઓને યુક્રેન જેવા દૂરના દેશોમાં શિક્ષણ લેવા જવું પડે છે.

ડોક્ટરોના દ્રષ્ટિકોણથી પર્સન્ટાઇલ સિસ્ટમ એ ગેરબંધારણીય છે, કેમ કે મેરિટ લિસ્ટ 50 ટકાથી નીચે આવતા પર્સન્ટેજ પર ડોક્ટરોના પ્રવેશને અટકાવે છે. હાલની સ્થિતિમાં સ્પેશિયલાઇઝ્ડ ડોક્ટરોની ત્તકાળ આવશ્યકતા છે, ત્યારે PG મેડિકલ અભ્યાસક્રમોમાં બધી સીટો ભરવાની મંજૂરી મળવી જોઈ, કેમ કે પ્રતિ વર્ષે આ અભ્યાસક્રમોમાં સીટો ખાલી રહેતી હોય છે. ખાસ કરીને દેશની વિવિધ સરકારી હોસ્પિટલોમાં જોક્ટરોની અછત છે ત્યારે, એમ અરજીકર્તાઓએ કહ્યું હતું.