મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં બાળકો કોરોનાનો શિકારઃ કેસ વધ્યા

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ મહાબીમારીની ત્રીજી લહેર આવે એ પહેલાં દેશભરમાં ચિંતા ફરી વળી છે. એવામાં નિરાશ કરી દેનારા સમાચાર એ છે કે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં બાળકોને કોરોના લાગુ થવાના કેસ વધી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં 248 બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આવી જ સ્થિતિ રાજસ્થાનના ડુંગરપુરમાં જોવા મળી છે. ત્યાં છેલ્લા અમુક દિવસોમાં 325 બાળકોને કોરોના થયો છે.

રાજસ્થાનના દૌસા અને ડુંગરપુર જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 600થી વધારે બાળકોને કોરોના થયો છે. આ બાળકો 18 વર્ષથી ઓછી વયનાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]