નવી દિલ્હીઃ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પાર્ટીના મોટા નેતા અને પૂર્ણ નાણા પ્રધાન પી.ચિદમ્બરમને મળવા માટે તિહાડ જેલ પહોંચ્યા હતા. INX મીડિયા કેસમાં ચિદમ્બરમ જેલમાં બંધ છે.
સોનિયા ગાંધી પહેલા કાર્તિ ચિદમ્બરમે પણ પિતા પી. ચિદમ્બરમ સાથે મુલાકાત કરી હતી. કાર્તિએ મીડિયાને સંબોધતા જણાવ્યુ હતુ કે, મારા પિતા વિરૂદ્ધ રાજકીય બદલાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવી છે. આઈએનએક્સ મીડિયા મામલે સીબીઆઈ ચિદમ્બરની પૂછપરછ કરી રહી છે.
ચિદમ્બરમ પર આરોપ છે કે, 2007માં નાણા પ્રધાન પદે રહીને આઈએનએક્સ મીડિયાને ફાયદો કરાવવા માટે કેટલીક મંજૂરી આપી હતી. આ મંજૂરી આપવામાં એફઆઈપીબીની મંજૂરી પણ નહોતી લેવામાં આવી. જે બાદ 2017માં ચિદમ્બરમ વિરૂદ્ધ સીબીઆઈએ કેસ દાખલ કર્યો હતો. જે બાદ ચિદમ્બરમ કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહનસિંહે તિહાડ જેલમા બંધ પૂર્વ ગૃહ પ્રધાન સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન સુધીર મુનગંટીવારે કટાક્ષ કરતા જણાવ્યુ હતુ કે, સોનિયા ગાંધી અને મનમોહનસિંહની કોઈ મુજબૂરી હશે જેથી તેઓ તિહાડમાં ચિદમ્બરમને મળવા ગયા હતા. કોંગ્રેસને ડર છે કે, ચિદમ્બરમ કોઈ મોટા રાજ જાહેર કરશે. જેથી કોંગ્રેસના નેતાઓ ચિદમ્બરમ સાથે મુલાકાત કરી રહ્યા છે. ચિદમ્બરમ આઈએનએક્સ મીડિયા મામલે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે. જેથી તેઓ તિહાડ જેલમાં કેદ છે.