રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન માટે મળશે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા સમ્માન

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે પદ્મ પુરસ્કારની તરેહ પર સરદાર પટેલ રાષ્ટ્રીય સમ્માન શરુ કરવાનું એલાન કર્યું છે. સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા સમ્માન દેશની એકતા અને અખંડતામાં યોગદાન દેવાવાળા સંસ્થાન અને વ્યક્તિઓને આપવામાં આવશે. પીએમ મોદીએ ગત વર્ષે ડીસેમ્બરમાં ગુજરાતના કેવડિયામાં આયોજિત પોલિસ મહાનિરીક્ષકોના વાર્ષિક સમ્મેલનમાં આ સમ્માનની ઘોષણા કરી હતી.

ગૃહ મંત્રાલય તરફથી જારી કરાયેલા નોટિફિકેશન મુજબ ભારતનો કોઇ પણ નાગરિક કે સંસ્થાન આ સમ્માન માટે ધર્મ, જાતિ, સંપ્રદાય, લિંગ, જન્મસ્થાન, રોજગારના આધાર પર કોઇપણ ભેદભાવ વિના આના માટે યોગ્ય છે.

અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે સમ્માન મેળવનારના નામ ભારતના રાજપત્રમાં પ્રકાશિત થશે અને રાષ્ટ્રપતિના નિર્દેશ અનુસાર સમ્માન મેળવનાર બધાં લોકોના નામની સૂચિ રાખવામાં આવશે. આ સમ્માન કમળના પાંદડાના આકારનું હશે જેની લંબાઈ છ સેન્ટિમીટર, પહોળાઈ છ પોઇન્ટ બે સેન્ટિમીટર અને જાડાઈ ચાર મિલિમીટર હશે.

રાષ્ટ્રપતિને આ સમ્માન પાછું લેવાનો, આપવાથી ઇનકારનો અને તેને રદ કરવાનો અધિકાર હશે. આવી સ્થિતિમાં સમ્માન મેળવનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ રજિસ્ટરમાંથી કાઢી નાખવામાં આવશે. આમ થતાં સમ્માન મેળવનાર વ્યક્તિ કે સંસ્થાએ પદક અને સમ્માન ચિહ્ન પરત કરવું પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]