નવી દિલ્હી– સગીરાઓ પર વધતી જતી બળાત્કારની ઘટનાઓ સામે મોદી સરકાર સખત બની છે. કેન્દ્રીય કેબિનેટની શનિવારે મળેલી બેઠકમાં બાળકીઓ પર બળાત્કારના કેસમાં દોષિતોને મોતની સજા આપવાને મંજૂરી આપી દેવાઈ છે. તેના માટે સરકાર ઝડપથી વટહૂકમ લાવશે. જો કે સરકાર તરફથી હાલમાં કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. કેબિનેટની બેઠકમાં એવો પણ નિર્ણય લેવાયો છે કે બળાત્કારના કેસમાં ઝડપી તપાસ થાય અને તેની સુનાવણી પણ ઝડપથી થવી જોઈએ, આવા કેસ માટે ફાસ્ટટ્રેક કોર્ટ હશે, જેમાં સગીરા પરના બળાત્કારના કેસની સુનાવણી થશે.
દેશમાં બનેલા બળાત્કારની કેસની ગંભીરતાને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ પ્રવાસથી આવતાંની સાથે જ કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવી હતી. વડાપ્રધાનના નિવાસસ્થાને મળી કેબિનેટની બેઠક અંદાજે અઢી કલાક ચાલી હતી. જેમાં POCSO (પોક્સો) એક્ટમાં સંશોધન પર સહમતિ સંઘાઈ છે. સરકારે એવા સમયે નિર્ણય કર્યો છે કે હાલમાં માસુમ બાળકીઓની સાથે રેપની સાથે બર્બરતા આચરી છે, અને દેશવાસીઓમાં ભારે ગુસ્સો પ્રવર્તી રહ્યો છે.