નવી દિલ્હીઃ આવકવેરા વિભાગ દ્વારા ઓડિશા અને ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુથી જોડાયેલાં સ્થળોએ જપ્ત કરવામાં આવેલા બિનહિસાબી રોકડની રકમ રૂ. 351 કરોડ પહોંચી ગઈ છે. આ દેશમાં કોઈ પણ તપાસ એજન્સી દ્વારા કરવામાં આવેલી સિંગલ કાર્યવાહીમાં અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.
ઓડિશા સ્થિત બૌધ ડિસ્ટલરી પ્રાઇવેટ લિ. અને અન્યની વિરુદ્ધ આવકવેરા વિભાગે દરોડામાં જપ્ત કરેલી રોકડના પાંચમા દિવસે ગણતરી રૂ. 351 કરોડે પહોંચી હતી. આ દરોડા છઠ્ઠી ડિસેમ્બરે શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધી અધિકારીઓએ કુલ 176 રોકડ બેગમાંથી 140 બેગની ગણતરી પૂરી કરી લીધી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આવકવેરા વિભાગે ઝારખંડથી કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય ધીરજ સાહુના રાંચી અને અન્ય સ્થળો પર સ્થિતિ સ્થળોએ તપાસ કરી હતી.
સુરક્ષા કર્મચારીઓ, ચાલકો અને અન્ય કર્મચારીઓ સહિત 200 અધિકારીઓની એક વધુ ટીમ ગણતરીથી જોડાયેલા કામમાં ત્યાં સામેલ હતા, જ્યારે કેટલાંક અન્ય સ્થળોએ રોકડ ભરેલી 10 કબાટો મળ્યાં હતાં. આવકવેરા વિભાગનું માનવું છે કે આ બિનહિસાબી રોકડ છે, જે વેપારી ગ્રુપો, વિક્રેતાઓ અને અન્ય દ્વારા દેશી દારૂના રોકડ વેચાણથી કમાણી કરેલી છે.
Pictures of the over Rs 300 Cr Cash Seized from INC MP Dhiraj Prasad Sahu @CNNnews18 https://t.co/lVP20XUzAP pic.twitter.com/b69JqS3OwI
— Aman Sharma (@AmanKayamHai_) December 11, 2023
રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ મળી આવ્યા બાદ ભાજપે તેમની ધરપકડની માગ કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રોકડ મેળવવા અંગે I.N.D.I.A ગઠબંધનની મૌન પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે આઝાદી પછી કોઈ પાર્ટીના સાંસદના ઘરેથી આટલી મોટી રકમ જપ્ત કરવામાં આવી હશે નહીં. સાંસદના ઘરમાંથી કરોડો રૂપિયાની રોકડ મળી આવી છે. I.N.D.I.A ગઠબંધન આ ભ્રષ્ટાચાર પર મૌન છે. હું તેમના સાથીદારોને પૂછવા માગું છું કે કોંગ્રેસનું મૌન સમજી શકાય તેવું છે, કારણ કે તેમનો સ્વભાવ ભ્રષ્ટાચાર છે, પરંતુ TMC, JDU, DMK અને SP સહિતના આ પક્ષો ચૂપ બેઠા છે. કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.