લોકડાઉનને પગલે 52 ટકા નોકરીઓ પર જોખમઃ સર્વે

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના પ્રકોપ અને એને પગલે દેશવ્યાપી લોકડાઉનને કારણે ભારતીય અર્થતંત્ર પર નોંધપાત્ર પ્રતિકૂળ અસર પડી છે, જેમાં મોટા ભાગની કંપનીઓની આવકમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ સિવાય માગમાં ઘટાડો આવતાં કેટલાય લોકોની નોકરીઓ જવાનું જોખમ છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના એક સર્વેમાં 52 ટકા નોકરીઓ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ સર્વે મુજબ કંપનીઓની મુખ્ય આવકમાં 10 ટકાથી વધુનો ઘટાડો આવે એવી શક્યતા છએ, જ્યારે તેમના નફામાં પાંચ ટકાથી વધુનો ઘટાડો થાય એવી શક્યતા છે. આ સર્વેમાં આ ઘટાડો ત્રિમાસિક ગાળો (એપ્રિલ-જૂન, 2020) અને પાછલા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ 2020)માં બતાવવામાં આવ્યો હતો.

CIIએ કહ્યું છે કે સ્થાનિક ફાર્મા કંપની દ્વારા આવક અનમે નફામાં ઝડપી ઘટાડાને લીધે જીડીપીમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.

આ સર્વેમાં 407 ટકા કંપનીઓ કમસે કમ 15 ટકાથી ઓછી નોકરીઓમાં કાપની આશંકા જાહેર કરી છે,જ્યારે 32 ટકા કંપનીઓનું માનવું છે કે લોકડાઉન પૂરુ થયા પછી આશરે 15.30 ટકા નોકરીઓ જવાની આશંકા છે.  80 ટકકા કંપનીઓનું કહેવું છે કે હાલમાં સમયમાં કંપનીઓએ કાચો માલસામાન રાખ્યો છે, જોકે 40 ટકાથી વધુ કંપનીઓએ આશા વ્યક્ત કરી છે કે લોકડાઉન પૂરું થયા પછી તેમની પાસે સ્ટોક એક મહિના માટે પર્યાપ્ત છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]