બળવાખોર વિધાનસભ્યોની અયોગ્યતા પર સ્પીકર નિર્ણય ના લેઃ CJI

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં છેલ્લા દિવસોથી હાઇ વોલ્ટેજ રાજકીય ડ્રામા ખેલાયો હતો. જેમાં એકનાથ શિંદેએ પોકારેલા બળવા પછી સુપ્રીમ કોર્ટમાં ટીમ શિંદે અને ઉદ્ધવ સેના દ્વારા પરસ્પર થયેલી અરજીઓ સંદર્ભે સુનાવણી થઈ હતી. વિધાનસભ્યોની અયોગ્યતાને લઈને દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતાં CJI એનવી રમન્નાએ કહ્યું હતું કે વિધાનસભ્યોની અયોગ્યતા પર હાલ સ્પીકર નિર્ણય નહીં લે. કોર્ટના ચુકાદા સુધી સ્પીકરની અયોગ્યતા પર કાર્યવાહી પર સ્ટે રહેશે.

સુપ્રીમ કોર્ટ હાલ મહારાષ્ટ્ર મામલે તત્કાળ સુનાવણી નહીં કરે. CJIએ કહ્યું હતું કે એના માટે બેન્ચની રચના કરવી પડશે. સુપ્રીમ કોર્ટ બંને જૂથોના વિધાનસભ્યો પર અયોગ્યતાની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે. મહારાષ્ટ્રના વિધાનસભાના પ્રધાન સચિવ રાજેન્દ્ર ભાગવતે SCમાં જવાબ દાખલ કરતાં કહ્યું હતું કે ત્રીજી જુલાઈએ રાહુલ નાર્વેકર વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે. હવે તેમણે અયોગ્યતાનો મુદ્દો જોવાનો છે. આવામાં ડેપ્યુટી સ્પીકર દ્વારા મોકલવામાં આવેલી નોટિસને પડકારતી વિધાનસભ્યોની અરજીનો SC ઉકેલ લાવે અને નવા સ્પીકરને અયોગ્યતા પર નિર્ણય લેવા દેવો જોઈએ.

Uddhav Thackeray, Eknath Shinde. Photo: IANSઉદ્ધવ ઠાકરે જૂથે મહારાષ્ટ્ર રાજકીય સંકટ પર દાખલ કરેલી અરજી પર તત્કાળ સુનાવણી કરવાની માગ કરી છે. આ ઉપરાંત ઉદ્ધવ જૂથે રાજ્યપાલને રાજકીય ઘટનાક્રમ માટે જવાબદાર ઠેરવ્યા છે. તેમનું કહેવું છે કે બળવાખોર વિધાનસભ્યોથી સંબંધિત કેસ કોર્ટમાં છે, ત્યારે તેમણે એકનાથ શિંદેને સરકાર બનાવવાનું આમંત્રણ કેવી રીતે આપ્યું?