ભાજપમાં ઉપ-રાષ્ટ્રપતિના નામ વિશે ભૂતપૂર્વ કોંગ્રેસી નેતાનું નામ ચર્ચામાં

નવી દિલ્હીઃ ઉપ-રાષ્ટ્રપતિ ચૂંટણી માટે NDAના ઉમેદવાર કોણ હશે? એના માટે NDAમાં મંથન ચાલી રહ્યું છે. ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAની પાસે પર્યાપ્ત સંખ્યા છે, પણ ભાજપ ઉપ-રાષ્ટ્રપતિને લઈને એવી વ્યક્તિની ચૂંટણી કરાવવા ઇચ્છે છે, જેથી દેશમાં એક મેસેજ જાય. ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહ, મુખ્તાર અબ્બાસ નકવી અને કેરળના ઉપરાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનું સૌથી આગળ છે.

ભાજપ પાસે લોકસભામાં 303 સભ્યો છે, જ્યારે 91 સભ્યો રાજ્યસભામાં છે. કુલ મળીને ભાજપ પાસે 399 મતો, જ્યારે સહયોગી પક્ષો પાસે એ સંખ્યા 446 સુધીની છે, જેમાં JDU, RPI, લોકજનશક્તિ પાર્ટી, અપના દળ, NPP અને AIDMK સામેલ છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના મળીને કુલ 783 મતો પડશે. જેમાં જીત માટે કુલ 393 મતોની જરૂર છે.પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ સાથે ભાજપે રાજ્યની ચૂંટણીમાં ગઠબંધન કર્યું હતું. ભાજપ તેમને ઉપ-રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવીને આગામી ચૂંટણીઓમાં શીખોને ભાજપતરફી કરી શકે. આ ઉપરાંત હાલમાં અલ્પસંખ્યક મંત્રાલયમાંથી દૂર કરવામાં આવેલા મુખ્તાર અબ્બાસ નકવીને ભાજપ મુસ્લિમ ચહેરો તરીકે ઉપ-રાષ્ટ્રપતિપદ માટેના નામનો પ્રસ્તાવ કરે એવી પણ શક્યતા છે.

મુસ્લિમ બુદ્ધિજીવી તરીકે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સતત પોતાની વાતને અસરકારક રીતે રજૂ કરે છે, આવામાં જોકોઈ મુ-રાષ્ટ્રપતિપદ પર કોઈ મુસ્લિમ બુદ્ધિજીવી આવે છે –તો એની અસર દેશની સાથે વિદેશોમાં પણ થશે. જેથી મુસ્લિમ ચહેરા તરીકે તેમનું નામ પણ રેસમાં ઘણું આગળ છે.