નવી દિલ્હી: આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મદિવસ છે. માન્યતા એવી છે કે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં નોમના દિવસે શ્રી હરિ વિષ્ણુનો અવતાર શ્રી રામે મનુષ્ય રૂપમાં જન્મ લીધો હતો. તેમના જન્મોત્સવને વિશ્વભરમાં રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે.
આજે રામનવમી છે પણ કોરોનાને પગલે લોકડાઉનથી મંદિરોમાં સન્નાટો છે અને ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યમાં પણ કોઈપણ પ્રકારના અનુષ્ઠાનનું આયોજન નથી કરવામાં આવ્યું. લોકો તેમના ઘરે જ રહીને પૂજા અર્ચના કરીને શ્રીરામનો જન્મોત્સવ મનાવી રહ્યા છે.
આજના દિવસે ભગવાન રામના ભક્તો વ્રત રાખે છે અને રામનામનો જાપ કરે છે. ભગવાન રામ નામનો જાપ કરવાથી તમામ દુખોનું નિવારણ થયા છે. હિન્દૂ ધર્મમાં રામ નામને અત્યંત કલ્યાણકારી અને પુણ્યકારી માનવામાં આવે છે. રામનવમીના દિવસે જે પણ ભક્ત સાચા મન અને શ્રદ્ધાથી રામની ભક્તિ કરે છે તેમના તમામ પાપ દુર થઈ જાય છે અને દુખોનો અંત આવે છે.
ભગવાન રામજીની આરતી
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરણ ભવ ભય દારુણમ્ નવકંજ લોચન કંજ મુખકર કંજ, પદ કંજારુણમ. કન્દર્પ, અગણિત અમિત છબી નવ, નીલ નીરજ સુંદરમ્ પટપીત માનહુ તડિત રુચિ શુચિ નૌમી જનક સુતાવરમ્ ભજ દીન બંધુ દિનેશ દાનવ, દૈત્ય વંશ નિકંદનમ્ રઘુનંદ આનંદ કંદ કૌશલ, ચંદ દશરથ નંદનમ્ શિર મુકુટ કુંડલ તિલક ચારુ, ઉદાર અંગ વિભૂષણમ્ આજાનુ ભુજ શર ચાપ ધર સંગ્રામ જિત ખર દૂષણમ્ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિમન રંજનમ્ મમહૃદય કુંજ નિવાસ કુરુ કામાદિ, ખલદલ ગંજનમ્ મનુ જાહિં રાચેઉ મિલિહી સો બરુ સહજ સુંદર સાવરોમ્ કરુણા નિધાન સુઝાન સિલુ સનેહૂ જાનત રાવરો એહી ભાંતી ગૌરી અસીસ સુની સિય સહિત હિય હરષી અલી તુલસી ભવાની પૂજિ પૂની પૂની મુદિત મન મંદિર ચલી જાની ગૌરી અનુકુલ સિય હિય હરષુ ન આઈ કહિ મંજુલ મંગલ મૂલ વામ અંગ ફરકન લગે |
શ્રી રામ મંત્ર
- ઓમ રામ ઓમ રામ ઓમ રામ
- હ્રીં રામ હ્રીં રામ
- શ્રી રામ શ્રી રામ
- રામાય નમ:
- રાં રામાય નમ:
રામ નામનો જાપ
- શ્રી રામ જય રામ જય જય રામ
- શ્રી રામચંન્દ્રાય નમ:
- રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે
- સહસ્ત્ર નામ તત્તુન્યં રામ નામ વરાનને
