રાજસ્થાન સરકાર કટોકટીમાં: પાઇલટે ગહેલોત સામે બળવાનું રણશિંગું ફૂંક્યું

નવી દિલ્હીઃ શું સચિન પાઇલટ જ્યોતિરાદિત્ય સિંધિયાના માર્ગે ચાલશે? ભાજપ રાજસ્થાનમાં મધ્ય પ્રદેશવાળી કરશે? સચિન પાઇલટે રાજસ્થાનમાં ખુલ્લેઆમ બળવો પોકાર્યો છે, જેથી રાજસ્થાનમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજ્યમાં હવે અશોક ગહેલોત સરકાર લઘુમતીમાં આવી ગઈ છે, કેમ કે પાઇલટે દાવો કર્યો છે કે તેમની પાસે આશરે 30 જેટલા વિધાનસભ્યો છે અને આ બધા વિધાનસભ્યો જયપુરથી બહાર છે.બીજી બાજુ મુખ્ય પ્રધાન અશોક ગહેલોત પોતાની સરકાર બચાવવામાં લાગ્યા છે. જોકે કોંગ્રેસના નેતા અવિનાશ પાંડેએ કહ્યું હતું કે 109 ધારાસભ્યોએ મુખ્ય પ્રધાનના સમર્થન પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. બળવાના તેવર જોતાં પાઇલટ આરપારની લડાઈના મૂડમાં

પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ તો સ્પષ્ટ કર્યું છે કે પાઇલટનાં તેવરો જોતાં તેઓ બળવાના માર્ગેથી પાછા ફરવાની આશા ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. બીજી બાજુ પાર્ટીનાં સૂત્રોએ કહ્યું હતું કે હાઇ કમાન્ડ પણ SOGની નોટિસને લઈને ગહેલોતનાં પગલાંથી સહમત નથી. જેથી હાઇ કમાન્ડે પાઇલટને વિશ્વાસ અપાવવાનો સંદેશ આપવા રાહુલના નજીકના નેતાઓ નિરીક્ષકોને જયપુર મોકલવાનો નિર્ણય કર્યો છે.

અવિનાશ પાંડે ભલે એમ કહે છે સરકાર પર કોઈ જોખમ નથી, પણ 16 કોંગ્રેસ અને ત્રણ નિર્દલીય વિધાનસભ્યો પાઇલટના સમર્થનમાં માનેસરની એક હોટલમાં આવવાથી સ્પષ્ટ થાય છે કે આ જંગમાં સચિન પાઇલટ આરપારની લડાઈના મૂડમાં છે.

પાઇલટે 30થી વધુ વિધાનસભ્યો હોવાનો દાવો કર્યો

પાઇલટે 30થી વધુ વિધાનસભ્યોના ટેકાનો દાવો કરતાં મુખ્ય પ્રધાન અશોક ગહેલોત સરકાર સામે રણશિંગું ફૂંકયું છે. કેટલાક નિદર્લીય વિધાનસભ્યોનું સમર્થન પ્રાપ્ત કર્યા પછી ગહેલોત સરકાર અલ્પ મત હોવાનો દાવો કર્યો છે.

કોંગ્રેસ સચિન પાઇલટને નહીં મનાવેઃ સૂત્ર

રાજસ્થાનના ઉપ મુખ્ય સચિન પાઇલટ અને તેમના સમર્થક વિધાનસભ્યો સવારે બેઠકમાં ભાગ નહીં લે કોંગ્રેસમાં તેમને કાઢી મૂકવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ સચિન પાઇલટને નહીં મનાવે. એની સાથે રાજસ્થાનના નવા પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસ પાર્ટીના રઘુવીર મીણાને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે શક્યતા છે.

કોંગ્રેસે 10.30 કલાકે બેઠક બોલાવી

કોંગ્રેસે સવારે 10.30 કલાકે પાર્ટીની બેઠક બોલાવી છે. પાર્ટીએ વિધાનસભ્યોની આજે બોલાવેલી બેઠક માટે વ્હિપ જારી કર્યો છે. આ બેઠક કોઈ પણ વિધાનસભ્ય સામેલ નહીં થાય તો એ વિધાનસભ્યો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠકમાં ગહેલોત સરકારનું ભાવ નક્કી થઈ જાય એવી શક્યતા છે.

રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 બેઠકો

200 સભ્યોની રાજસ્થાન વિધાનસભામાં હાલ કોંગ્રેસ પાસે 107 અને ભાજપની પાસે 72 વિધાનસભ્યો છે.

સચિન ભાજપ અધ્યક્ષ સાથે બેઠક યોજે એવી શક્યતા

સૂત્રોના જણાવ્યા મુજબ સચિન પાઇલટે દિલ્હીમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાથી મુલાકાત કરે એવી શક્યતા છે. સચિન પાઇલટે ગઈ કાલે રાતે દિલ્હીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાથી મુલાકાત કરી હતી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]