રેલવેપ્રધાન વૈષ્ણવે ટ્રેનમાં-સફર કરી, પ્રવાસીઓ-પાસેથી સૂચનો માગ્યા

નવી દિલ્હીઃ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ ‘જન આશીર્વાદ યાત્રા’નો આરંભ કરવા માટે ગઈ કાલે ભૂવનેશ્વર પહોંચ્યા હતા. ભૂવનેશ્વરથી રાયગડા સુધી એમણે ટ્રેનમાં સફર કરી હતી, જે રાતની હતી. એમને ટ્રેનમાં આવેલા જોઈને પ્રવાસીઓને આશ્ચર્ય થયું હતું. વૈષ્ણવ આખી ટ્રેનમાં એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં ગયા હતા અને પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી. રેલવે પ્રવાસ વિશે એમનાં અનુભવ વિશે જાણકારી મેળવી હતી. તથા રેલવે સેવા તથા સ્વચ્છતા વિશે તેમની પાસેથી સૂચનો પણ સાંભળ્યા હતા. એક યુગલ સાથે એમણે ઓડિયા ભાષામાં વાત કરી હતી. ઓડિશા રાજ્યમાંથી આ પહેલી જ વાર કોઈની નિમણૂક કેન્દ્રીય રેલવે પ્રધાન તરીકે કરવામાં આવી છે.

રેલવે પ્રધાને એક પુરુષ પ્રવાસીને પૂછ્યું હતું કે તે ક્યાં કામ કરે છે અને ટ્રેનમાં જળવાતી સ્વચ્છતા અંગે તેના મંતવ્યો વિશે પૂછ્યું હતું. પ્રવાસીએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. સાંભળીને ત્યાંથી રવાના પહેલા રેલવે પ્રધાને એનો ખભો થાબડ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]