પંજાબના મંત્રી અમન અરોડાને બે વર્ષની કેદઃ શું તેઓ વિધાનસભ્ય રહેશે?

સંગરુરઃ વર્ષ 2008માં વિધાનસભ્ય અને ભગવંત માન સરકારના કેબિનેટ મંત્રી અમન અરોડા સહિત નવ લોકોને કોર્ટે બે-બે વર્ષની જેલની સજા સંભળાવી છે. આ કેસ 2008નો છે, જેમાં હવે 15 વર્ષ પછી સજા થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમન અરોડાએ તેમના બનેવી રાજીન્દર દીપાની સાથે કૌટુંબિક ઝઘડો હતો. એને લઈને વર્ષ 2008માં ફરિયાદ દાખલ થઈ હતી. 

અમન અરોડાના બનેવી રાજીન્દર દીપાએ જણાવ્યું હતું કે વર્ષ 2008માં અમન અરોડા અને અન્ય આઠ લોકોએ તેમના ઘરમાં ઘૂસીને તેમના પર હુમલો કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.આ મામલે સુનાવણી પછી જસ્ટિસ ગુરભિંદર સિંહ જોહલે સજાનું એલાન કર્યું હતું. 15 વર્ષ પછી આવેલા ચુકાદાનું રાજીન્દર સિંહે સ્વાગત કરરતાં કહ્યું હતું કે ન્યાય વિલંબથી મળ્યો છે. હવે સવાલ એ છે કે શું અરોડા વિધાનસભ્ય રહેશે? હાલ બધાની નજર અધ્યક્ષ પર છે.

મંત્રી અમન અરોડાએ સજાના એલાન પછી કહ્યું હતું કે અમને દેશની ન્યાય વ્સવસ્થા પર પૂરો વિશ્વાસ છે. અમે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીશું. તેમણે કહ્યું હતું કે વર્ષ 2008માં મારા બનેવી રાજીન્દર દીપાએ મારી માતાને બંધ કરીને ઇજા પહોંચાડવાના પ્રયાસ કર્યા હતા. અમે તેમને બચવવાના પ્રયાસ કર્યા તો એ દરમ્યાન મારી પણ મારપીટ કરી હતી. મારા માથામાં ટાંકા લેવા પડયા હતા અને કેટલાય દિવસો સુધી હોસ્પિટલમાં એડમિટ હતો. તેમણે કહ્યું હતું કે તેમણે આજે તેમની 85 વર્ષની માતા સહિત નવ લોકોને બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે.