નવી દિલ્હીઃ આ રાષ્ટ્રીય પાટનગરમાં હવાના પ્રદૂષણે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. નાગરિકોનાં આરોગ્ય માટે પરિસ્થિતિ જોખમી બની ગઈ છે. આ સમસ્યાને ધ્યાનમાં લઈને અરવિંદ કેજરીવાલ સરકારે મોટું પગલું ભર્યું છે. તેણે શહેરમં તમામ પ્રાથમિક શાળાઓને 10 નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તે ઉપરાંત ધોરણ 6 થી 12 સુધીનાં વર્ગો ઓનલાઈન ચાલુ રાખવામાં આવશે.
દિલ્હીમાં વાતાવરણ આજે સતત છઠ્ઠા દિવસે ખૂબ જ પ્રદૂષિત રહ્યું છે. અહીં હવાના પ્રદૂષણનો આંક (AQI) અત્યંત ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે. શનિવારે બપોરે 4 વાગ્યે આ આંક 415 હતો અને આજે સવારે 7 વાગ્યે 460 હતો.