હવે ટ્રેનની ઈ-ટિકિટ પોસ્ટમેન ઉપલબ્ધ કરાવી શકશે

મુરાદાબાદઃ ટૂંક સમયમાં ટ્રેનની ઈ—રિઝર્વેશન ટિકિટ પોસ્ટમેન ઉપલબ્ધ કરાવી દેશે. પોસ્ટ વિભાગ ટિકિટ બનાવવા માટે તાલીમાર્થી કર્મચારીઓ પોસ્ટમેનની યાદી ઇન્ડિયન રેલવે એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ને મોકલવામાં આવી છે. પાસવર્ડ મળતાં જ પોસ્ટમેન ટ્રેનની ઈ-ટિકિટ બનાવવાનું શરૂ કરી દેશે.

સરકાર પોસ્ટિઓફિસમાં અને પોસ્ટમેન પાસેથી બહુઉદ્દેશીય કામ કરાવવાની વ્યવસ્થા કરવા જઈ રહી છે. પોસ્ટઓફિસમાં પાસપોર્ટ, આધાર કાર્ડ બનાવવાની જનસુવિધા કેન્દ્ર ખોલવામાં આવી ચૂક્યા છે. પોસ્ટ વિભાગે પોસ્ટમેનને સ્માર્ટ ફોન આપવામાં આવશે, જેના દ્વારા પોસ્ટમેન ઉપભોક્તાઓને મોબાઇલની સ્ક્રીન પર અંગૂઠો લગાવીને બેન્કમાંથી ઉપાડ, આધાર કાર્ડમાં સુધારો કરવા માટે કામ શરૂ કરી દીધું છે. ઘેરબેઠાં ટિકિટ ટ્રેનની ટિકિટ ઉપલબ્ધ કરાવવા માટે પોસ્ટ વિભાગ અને IRCTCની સાથે સમજૂતી થઈ છે. જે પછી પોસ્ટચ વિભાગે ઈ-રિઝર્વેશન ટિકિટ બનાવવા માટે 504 કર્મચારીઓ અને પોસ્ટમેનને તાલીમ પણ આપી છે.

સામાન્ય રીતે કાર્તિક પૂર્ણિમાએ બધી ઓફિસ બંધ છે, પણ પોસ્ટ ઓફિસ ટિકિટ માટે ખુલ્લી રહી. ઈ-ટિકિટ બનાવવાળા પોસ્ટના કર્મચારીઓ અને પોસ્ટમેનની યાદી તૈયાર કરીને IRCTCને મોકલી દીધી છે. IRCTC બધીને પાસવર્ડ અને ID ઉપલબ્ધ કરાવશે. એનાથી પોસ્ટ ઓફિસના કર્મચારીઓ કોમ્પ્યુટરથી અને પોસ્ટમેનથી મોબાઇલ દ્વારા રેલવેની રિઝર્વેશન ટિકિટ બનાવી શકે છે. ઈ-ટિકિટ બનતાં જ ઉપભોક્તાના મોબાઇલ પર ઈ-ટિકિટની સૂચના મળી જશે. એને બતાવીને યાત્રી ટ્રેનમાં પ્રવાસ કરી શકશે. યાત્રી ટિકિટ માટેની ચુકવણી રોકડ અથવા ATM દ્વારા કરી શકે છે. આ વ્યવસ્થાથી લોકોને ટ્રેનની ટિકિટ સરળતાથી ઉપલબ્ધ થશે.