‘મોદી 2.0’નું એક વર્ષ પૂરુંઃ ભાજપ યોજશે વર્ચુઅલ રેલીઓ

નવી દિલ્હીઃ ભાજપ કોરોના વાયરસની મહામારી વચ્ચે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ પર સમગ્ર દેશમાં ઝુંબેશ ચલાવશે. કોરોના વાયરસની મહામારીને ધ્યાને રાખતા ભાજપે આ ઝુંબેશને ડિજિટલી ચલાવવાનો નિર્ણય કર્યો છે. પાર્ટી કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ વિશે જનતા સમક્ષ પ્રચાર કરશે.મોદી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠના અવસર પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સંબોધન પણ કરશે. જેપી નડ્ડાનું આ સંબોધન ફેસબુક લાઇવ દ્વારા કરવામાં આવશે. આ સ્તર પર વર્ચુઅલ માધ્યમથી રેલીનું પણ આયોજન કરવામાં આવશે.

મોદી સરકાર અને ભાજપને કેન્દ્રમાં સત્તા જાળવી રાખ્યાને બીજી મુદતમાં એક વર્ષ થઈ રહ્યું છે. પરંતુ કોરોના સંકટને લઇને અત્યારસુધી સ્પષ્ટ નથી થયું કે, ભાજપ પ્રથમ વર્ષગાંઠ કેવી રીતે ઉજવશે. મોદી સરકારની 2019માં સત્તા પર વાપસી 30 મેના વર્ષ પૂર્ણ થશે. 2014થી જ્યારે મોદી પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા હતા, ત્યારથી ભાજપ અને સરકાર વર્ષગાંઠના સમય પર તેમની ઉપલબ્ધિઓ વિશે લોકોને જણાવે છે.

23 મે 2019માં લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા હતા. પ્રચંડ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી. નરેન્દ્ર મોદી બીજી વખત પ્રધાનમંત્રી બન્યા હતા. 30 મેના રોજ મોદી સરકાર 2.0નું 1 વર્ષનું કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યું છે. એક વર્ષમાં મોદી સરકારે ઘણા સખત નિર્ણય લીધા છે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની એનડીએ સરકાર 30 મેના તેમના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. પરંતુ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, આ અવસર પર ના કોઈ સમારોહ આયોજીત કરવામાં આવશે કે ના કોઈ કાર્યકર્તાઓનું કોઈ સંમેલન યોજાશે. પાર્ટી માત્ર ડિઝિટલ માધ્યમથી જ સરકારની ઉપલબ્ધિઓનો પ્રચાર કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]