નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાઈરસ બીમારીના કેસ વધી જતાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં તેમણે રોગચાળાનો ફેલાવો રોકવા માટે પાંચ-ગણી મજબૂત વ્યૂહરચના લાગુ કરવાનો અનુરોધ કર્યો હતો. વડા પ્રધાને આદેશ આપ્યો છે કે વધારે મજબૂત કોવિડ-વિરોધી યંત્રણા લાગુ કરો, લોકોમાં જાગૃતિ લાવો. દરેક જણ ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરે, જાહેર સ્થળોએ અને કામકાજના સ્થળોએ તેમજ આરોગ્ય કેન્દ્રોમાં અંગત રીતે સ્વચ્છતા જાળવે એ જરૂરી છે. આ ઝુંબેશને 14 એપ્રિલ સુધી ચલાવવાનો તેમણે આદેશ આપ્યો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના બીમારીના નવા 93,000થી વધારે કેસ નોંધાયા હતા. 60,048 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને 513 જણના મૃત્યુ નોંધાયા છે.