મોદી સરકારની બીજી ટર્મને એક વર્ષ પૂર્ણઃ દેશવાસીઓને પત્ર

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ પોતાની સરકારના બીજા કાર્યકાળના એક વર્ષ પૂર્ણ થવા પર જનતાના નામે એક ચિઠ્ઠી લખી છે. કોરોના સંકટના સમયમાં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓની હિંમત વધારતા કહ્યું કે, આપણે એ હંમેશા યાદ રાખવાનું છે કે, 130 દેશવાસીઓનું વર્તમાન અને ભવિષ્ય કોઈ સંકટ અને કોઈ વિપત્તિ નહી નક્કી કરી શકે. આપણે આપણો વર્તમાન જાતે જ નક્કી કરીશું અને આપણું ભવિષ્ય પણ. આપણે આગળ વધીશું, પ્રગતિના પથ પર દોડીશું અને વિજયી બનીશું. સાથે જ તેમણે કહ્યું કે, લોકોએ આશંકા વ્યક્ત કરી હતી કે જ્યારે કોરોના ભારત પર હુમલો કરશે તો ભારત આખી દુનિયા માટે સંકટ બની જશે. પરંતુ આજે દેશવાસીઓ ભારતને જોવાનો દ્રષ્ટીકોણ બદલીને લોકો સમક્ષ મૂક્યો છે. આપે એ સિદ્ધ કરીને બતાવ્યું છે કે, વિશ્વના સામર્થ્યવાન અને સંપન્ન દેશોની તુલનામાં ભારતવાસીઓનું સામૂહિત સામર્થ્ય અને ક્ષમતા અભૂતપૂર્વ છે. વડાપ્રધાન મોદીએ ચીઠ્ઠીમાં પોતાની સરકારના ગત કાર્યકાળની ઉપ્લબ્ધીઓનો ઉલ્લેખ કરતા, ગત એક વર્ષમાં લેવામાં આવેલા નિર્ણયો મામલે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો વધારે ચર્ચામાં રહ્યા અને આ કારણે આ ઉપ્લબ્ધીઓનું સ્મૃતિમાં રહેવું ખૂબ સ્વાભાવિક છે.

ગત કાર્યકાળ મામલે વડાપ્રધાન મોદીએ ચિઠ્ઠીમાં લખ્યું કે, વર્ષ 2014 માં આપે દેશની જનતાએ, દેશમાં એક મોટા પરિવર્તન માટે વોટ કર્યો હતો. દેશની નીતિ અને રીતિ બદલવા માટે વોટ કર્યો હતો. તે પાંચ વર્ષોમાં દેશે વ્યવસ્થાઓને જડતા અને ભ્રષ્ટાચારના દલદલથી બહાર નિકળતા જોઈ છે. તે પાંચ વર્ષોમાં દેશે અંત્યોદયની ભાવના સાથે ગરીબોના જીવનને સરળ બનાવવા માટે ગવર્નન્સને પરિવર્તિત થતા જોયા છે. તે કાર્યકાળમાં જ્ાં વિશ્વમાં ભારતની આન-બાન અને શાન વધી છે તો આપણે ગરીબોના બેંક ખાતા ખોલાવીને તેમને મફતમાં ગેસ કનેક્શન આપીને, વિજળી આપીને, શૌચાલય બનાવીને અને તેમના માટે ઘર બનાવીને તેમની ગરીમા પણ વધારી છે. તે કાર્યકાળમાં જ્યાં સર્જિકલ સ્ટ્રાઈક થઈ, તો આપણે વન રેંક વન પેન્શન, GST , ખેડૂતોની MSP ની વર્ષો જૂની માંગને પણ પૂરી કરવા માટે કામ કર્યું છે.

વડાપ્રધાને લખ્યું કે, રાષ્ટ્રીય એકતા અખંડતા માટે આર્ટિકલ 370 ની વાત હોય કે, વર્ષો જૂના રામ મંદિર નિર્માણ માટેની વાત હોય, આધુનિક સમાજ વ્યવસ્થામાં રોક વગર ત્રિપલ તલાક હોય કે પછી ભારતની કરુણાનું પ્રતિક નાગરિકતા સંશોધન કાયદો હોય આ બધીજ ઉપ્લબ્ધીઓ આપણા સ્મરણમાં છે. એક બાદ એક થયેલા આ ઐતિહાસિક નિર્ણયો વચ્ચે અનેક નિર્ણયો, અનેક બદલાવ એવા પણ છે કે જેણે ભારતની વિકાસ યાત્રાને નવી ગતિ પી છે. નવા લક્ષ્યો આપ્યા છે, લોકોની અપેક્ષાઓેને પૂરી કરી છે. ચીફ ઓફ ડિફેન્ સ્ટાફના પદની નિયુક્તિએ જ્યાં સેનાઓમાં સમન્વયને વધાર્યો છે તો મિશન ગગનયાન માટે પણ ભારતે તૈયારીઓ તેજ કરી દીધી છે. આ દરમિયાન ગરીબોને, ખેડૂતોને, મહિલાઓ અને યુવાનોને સશક્ત કરવા તે અમારી પ્રાથમિકતા રહી છે. હવે પીએમ કિસાન સન્માન નિધિના વર્તુળમાં દેશના પ્રત્યેક ખેડૂતો આવી ચૂક્યા છે. ગત એક વર્ષમાં આ યોજના અંતર્ગત 9 કરોડ 50 લાખથી વધારે ખેડૂતોના ખાતાઓમાં 72000 કરોડ રુપિયાથી વધારે રકમ જમા કરવામાં આવી છે.