સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષનો શુભારંભ કરશે PM મોદી

નવી દિલ્હીઃ PM મોદી સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025નો શુભારંભ કરાવશે. ઇફકો આતંરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન (ICA) અને કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના સમહયોથી ICA મહાસભા અને વૈશ્વિક સહકારી સંમેલન, 2024નું આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્વિક સહકારી આંદોલન માટે મુખ્ય સંસ્થા આંતરરાષ્ટ્રીય સહકારી સંગઠન ગઠબંધન (ICA)ના 130 વર્ષના ઇતિહાસમાં આ સૌપ્રથમ વાર છે, કે વૈશ્વિક સહકારી સંમેલન અને સામાન્ય સભાનું આયોજન ભારતમાં થઈ રહ્યું છે.

આ કાર્યક્રમ દિલ્હીના ભારત મંડપમમાં 25થી 30 નવેમ્બર દરમ્યાન આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 પર એક સ્મારક પોસ્ટની ટિકિટ પણ જારી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભૂતાનના PM દાશો શેરિંગ તોબગે અને ફિજીના નાયબ PM મનોઆ કામિકામિકા પણ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે, એમ ઇફ્કો લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ડો. ઉદય શંકર અવસ્થીએ જણાવ્યું હતું.

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 25 નવેમ્બરે બપોરે ત્રણ વાગ્યે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વૈશ્વિક સહકારી સંમેલનના ઉદઘાટન સત્રની અધ્યક્ષતા કરશે, એમ સહકાર મંત્રાલયના સચિવ ડો. આશિષ કુમાર ભૂટાનીએ જણાવ્યું હતું.


આ આયોજનનો વિષય સહકારિતાથી બધાની સમૃદ્ધિનું નિર્માણ કેન્દ્ર સરકારના સહકારથી સમૃદ્ધિને અનુરૂપ છે. જેનો સાચો અર્થ સહકારિતાના માધ્યમથી સમૃદ્ધિ છે.

સહકારિતા મંત્રાલય મંત્રાલયની રચના અને શાહે સહકારિતા મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા પછી દેશમાં સહકારી ક્ષેત્રએ સહકારી આંદોલનના વિકાસ અને વૃદ્ધિમાં 54 મોટી પહેલો શરૂ કરીને દેશની GDPમાં વધુ યોગદાન આપ્યું છે. આ સાથે ભારત સૌથી ઝડપથી વધતા સહકારી ક્ષેત્રોમાંથી એક બની ગયું છે. આ કાર્યક્રમમાં રોશડેલ પાયનિયર્સ એવોર્ડ 2025 પણ આપવામાં આવશે, જે સહકારી સમિતિઓના વિકાસ અને આંતરરાષ્ટ્રીય સહકારી આંદોલનને મજબૂત કરવા માટે એમના મોટા યોગદાનની વ્યક્તિઓ કે સંગઠનોને આપવામાં આવે છે, એમ તેમણે કહ્યું હતું.

આ સંમેલનનો વિષય સહકારિતા બધા માટે સમૃદ્ધિનું નિર્માણ કરે છે. અમારો લાંબા સમયનો ઉદ્દેશ એક એવું સહકારી આંદોલન બનાવવાનો છે, જે સમૃદ્ધ અને સુરક્ષિત થાય. વિચારોના આકર્ષક આદાનપ્રદાન માટે આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિની યજમાની કરવી એ અમારા માટે સન્માનની વાત છે, એમ ઇફ્કો લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ડો. ઉદય શંકર અવસ્થીએ કહ્યું હતું.

આ સાથે  આ કાર્યક્રમના પેટા વિષય છે સક્ષમ નીતિ અને ઉદ્યમશીલતા તંત્ર, સહકારી ઓળખની પુષ્ટિ અને 21મી સદીમાં બધા માટે સમૃદ્ધિનો અહેસાસ કરવાનો.