નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાર્ક (SAARC) દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે કોરોના વાઇરસ સામે લડવા માટે સંયુક્ત વ્યૂહરચના બનાવવા માટે વિચારવિમર્શ કર્યો હતો. તેમણે આ મુદ્દે સર્તક રહેવાનો પણ નિર્દેશ આપ્યો હતો. આ સાથે તેમણે કોરોના વાઇરસને કારણે નહીં ગભરાવવા પણ નિર્દેશ આપ્યો હતો. વડા પ્રધાન મોદીએ આ રોગચાળા સામે ઇમર્જન્સી ફંડ બનાવવાનું સૂચન કર્યું હતું અને ભારત તરફથી આ રોગ સામે લડવા એક કરોડ ડોલર આપવાનું એલાન કર્યું હતું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કોરોના વાઇરસ સામે લડવા બુદ્ધિજીવી પ્રધાનમંડળના જૂથની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
મોદીનો અનેક દેશોના વડાઓ જોડે સંવાદ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંવાદમાં શ્રીલંકાના ગોટબાયા રાજપક્ષે, માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ, નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી. ભૂતાનના લોટે શેરિંગ, બંગલાદેશના વડા પ્રધાન શેખ હસિના, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને પાકિસ્તાનના વડા પ્રધાનના સ્વાસ્થ્ય કેસોના વિશેષ સહાયક જફર મિર્ઝા સામેલ થયા હતા.
મોદીએ કોરોના વાઇરસ માટે શું કહ્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોરોના વાઇરસના આશરે 150 કેસો સામે આવ્યા છે, જેથી આપણે સર્તક રહેવાની જરૂર છે, પણ આ વાઇરસથી ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું હતું કે જાન્યુઆરીના મધ્યમાંથી ભારતમાં પ્રવેશ કરવાવાળા લોકોની તપાસ કરવાનું શરૂ કર્યું છે અને ધીમે-ધીમે પ્રવાસ પર પ્રતિબંધોમાં વધારો કર્યો હતો.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે કહ્યું હતું કરે કોરોના વાઇરસને કારણે ઊભી થયેલી સમસ્યાઓનો સામનો કરવા આપણાં અર્થતંત્રોએ એક વ્યવસ્થા તંત્ર બનાવવું જોઈએ.
બંગલાદેશના વડા પ્રધાન શેખ હસિનાએ કકહ્યું હતું કે કોવિડ-19થી સંકળાયેલા મુદ્દો પર વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરી શકીએ છે, જ્યારે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું હતું કે ટેલી-મેડિસન માટે એક નેટવર્ક બનાવવા માટે પ્રસ્તાવ આપ્યો હતો.