નવી દિલ્હીઃ જો તમે ખેતીનું કામ કરો છો તો-તો તમે ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ’ એટલે કે ‘PM Kisan Scheme’નું નામ તો અવશ્ય સાંભળ્યું હશે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને પ્રતિ વર્ષે 6000 રૂપિયાની રોકડ સહાય કરે છે. સરકાર ત્રણ બરાબર હપ્તામાં એ મદદની રકમ ખેડૂતોને આપે છે. એનો મતલબ એ છે કે દરેક હપ્તામાં સરકાર આ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરે છે. કોવિડ-19થી ઊભા થયેલા સંકટ કાળમાં સરકાર આ વર્ષે એપ્રિલમાં ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષનો પહેલો હપ્તો જમા કરાવી ચૂકી છે. જોકે હજી પણ અનેક ખેડૂતોઆ યોજનાથી વંચિત છે, કેમ કે તેઆ યોજના હેઠળ નોંધણીકૃત નથી. આવામાં યોગ્ય ખેડૂતોએ તાત્કાલિક સ્વયંને આ યોજના હેઠળ રજિસ્ટર કરાવી લેવા જોઈએ, કેમ કે સરકાર કોઈ પણ સમયે ચાણુ નાણાકીય વર્ષનો બીજો હપ્તો જારી કરવાની ઘોષણા કરી શકે છે.
કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવવું?
PM કિસાન સ્કીમ માટે રજિસ્ટ્રેશન બહુ સરળ છે. યોગ્યતાપાત્ર ખેડૂતે ગામના પટવારી, રેવન્યુ અધિકારી અથવા કોઈ પણ નામના ધરાવતા અધિકારી અથવા એજન્સી દ્વારા અરજી કરી શકે છે. તમે ઇચ્છો તો મજીકના કોમન સર્વિસ સેન્ટર અથવા PM કિસાનની વેબસાઇટથી જાતે પણ આ યોજનામાં પોતાનું રજિસ્ટ્રેશન ફોર્મ ભરી શકો છો.
ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા
1 ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે તમારે સૌથી પહેલાં PM Kisanની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. 2 વેબસાઇટની જમણી બાજુમાં તમને ‘Farmers Corner’ દેખાશે 3 હવે તમને ‘New Farmer Registration’નો ઓપ્શન દેખાશે. 4 ‘New Farmer Registration’ પર ક્લિક કરીને તમારી સામે એક નવું પેજ ખૂલશે. 5 નવા પેજ પર તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ નાખ્યા પછી ‘Click here to continue’ પર ક્લિક કરવાનું રહેશે. 6 હવે તમારે રૂરલ ફાર્મર અને અર્બન ફાર્મરમાંથી ઉચિત વિકલ્પની પસંદગી કરવી પડશે. 7 ઉચિત વિકલ્પી પસદગીની સાથે નવું પેજ ખૂલશે. 8 નવા પેજ પર રાજ્ય, જિલ્લા, ઉપ-જિલ્લા, પ્રખંડ અને ગામનું નામને ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી પસંદ કરવું પડશે. 9 ત્યાર બાદ માગવામાં આવેલા વિવરણને ભરીને તમે તમારું ફોર્મ પૂરું ભરી શકો છો. |
આ માહિતી જરૂરી છે
PM Kisan Registration માટે તમારે ખેડૂતનું નામ, લિંગ, વર્ગ, ખેડૂતની શ્રેણી, બેન્ક અકાઉન્ટ નંબર, IFSC કોડ, મોબાઇલ નંબર, જન્મની તારીખ, પિતાનું નામ અને જમીનથી જોડાયેલી વિગતો ભરવાની રહેશે. એક વાર રજિસ્ટ્રેશનનું ફોર્મ ભર્યા પછી તમે સમય-સમયે પોતાના અરજીની સ્થિતિ પણ એ જ પોર્ટલ દ્વારા ચેક કરી શકો છો.