નવી દિલ્હીઃ કોરોના રોગચાળા જેવી કોઈ પણ ઇમર્જન્સી સ્થિતિને પહોંચી વળવા માટે પ્રાથમિક ઉદ્દેશથી PM કેર્સ ફંડ નામે એક જાહેર ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2020-21માં આ ફંડ આશરે ત્રણ ગણું વધીને રૂ. 10,990 કરોડ થયું છે. જોકે એમાંથી રૂ. 3976 કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા. આ ફંડમાંથી પ્રવાસી વેલફેર માટે રૂ. 1000 કરોડ ખર્ચ થયા હતા અને કોરોનાની રસીની ખરીદી માટે રૂ. 1392 કરોડ વાપરવામાં આવ્યા હતા. જોકે નાણાકીય વર્ષ 2020-21માં આશરે રૂ. 494.91 કરોડ વિદેશથી દાન સ્વરૂપે આવ્યા હતા, જ્યારે સ્વૈચ્છિક દાન સ્વરૂપે રૂ. 7183 કરોડ આવ્યા હતા, જ્યારે વર્ષ 2019-20માં 3076.62 કરોડનું ભંડોળ મળ્યું હતું. PM કેર્સ ફંડને 27 માર્ચ, 2020માં એની રચના કરવામાં આવ્યાના માત્ર પાંચ દિવસમાં રૂ. 2.25 લાખ દાન સ્વરૂપે આવ્યા હતા.
કેન્દ્ર સરકારે આ ફંડનો એક હિસ્સો વેન્ટિલેટર સહિત મેકલ ઉપકરણ ખરીદવા, કોરોના રોગચાળા સામેની લડાઈને મજબૂત કરવા અને પ્રવાસી મજૂરોના કલ્યાણ માટે કરવામાં આવ્યો હતો. જોકે વિરોધ પક્ષોએ PM કેર્સ ફંડની ટીકા કરતાં દાવો કર્યો હતો કે આમાં દાન સ્વરૂપે આવતી રકમ અને ખર્ચ પારદર્શક નથી. સામે પક્ષે સરકારે આનો ઇનકાર કર્યો હતો.
આ ફંડને ઓડિટ કરવામાં આવ્યા અનુસાર એ ફંડમાંથી સરકારી હોસ્પિટલોમાં 50,000 મેડ ઇન ઇન્ડિયા વેન્ટિલેટર માટે રૂ. 1311 કરોડ ખરીદવામાં આવ્યા હતા. આ ઉપરાંતમુઝફ્ફપુર અને પટનામાં 500 બેડવાળી કોરોનાની હોસ્પિટલોની સ્થાપના માટે રૂ. 50 કરોડ અને 16 RT-PCR ટેસ્ટિંગ લેબ્સ માટે વાપરવામાં આવ્યા હતા.