ઓડિશાથી પગમાં કેમેરા, માઇક્રોચિપ લાગેલું કબૂતર પકડાયું

નવી દિલ્હીઃ ઓડિશાના જગતસિંહપુરમાં પારાદીપ તટે એક માછલી પકડતી બોટમાંથી એક સંદિગ્ધ જાસૂસ કબૂત પકડવામાં આવ્યું છે. એના શરીરે એક નાનો કેમેરા અને એક ચિપ લગાવવામાં આવેલી છે. માછીમારોને સમુદ્રમાં માછલી પકડતી વખતે તેમની બોટમાંથી એ કબૂતર મળ્યું હતું. તેમણે એ કબૂતર પારાદીપ મરીન સ્ટેશનને સોંપી દીધું હતું. પારાદીપ ASP નિમાઈ ચરણ સેઠીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે અમે એ સમજવાના પ્રયાસ કરી રહ્યા છીએ કે એ કેમેરા છે કે બીજું કંઈ….અમે તપાસ કરીને કબૂતરને સાઇબર એક્સપર્ટ્સને સોંપીશું.

જગતસિંહપુરના સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ PRએ જણાવ્યું હતું કે અમારા પશુના ડોક્ટરો પણ પક્ષીની તપાસ કરશે. અમે એના પગથી લાગેલાં ડિવાઇસોને રાજ્યના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની તપાસમાં મદદ લઈશું. એવું માલૂમ પડે છે કે એક એક કેમેરા અને એક માઇક્રોચિપ છે. એવું પણ લાગે છે કે સ્થાનિક પોલીસ માટે અજાણી ભાષામાં એની પર કંઈ લખેલું છે.

ત્યાર બાદ પોલીસ એ કબૂતર પકડીને લઈ ગઈ હતી. પોલીસે એ પત્રને ઉર્દૂ વાંચતા મૌલાના પાસે વંચાવડાવ્યું હતું.સંયુક્ત કમિશનર આનંદ પ્રકાશ તિવારીનું કહેવું છે કે એ કબૂતરને ખેડૂતોએ ગામમાંથી પકડ્યું હતું. એના ગળામાં તાવીજ હતું. એને ખોલીને કાઢવામાં આવ્યું તો એમાં એક પત્ર હતો, જે ઉર્દૂમાં લખેલો હતો, એને વાંચવા માટે લઈ જવામાં આવ્યું હતું.   

એ કબૂતરની પાંખ પર પણ કશુંક લખેલું હતું. કબૂતર આશરે 10 દિવસ પહેલાં કોર્ણાર્ક તટ પર 35 કિલોમીટર દૂર ટ્રોલર પર હતું. કબૂતરને ચોખા ખવડાવવામાં આવ્યા હતા.