અમારી રસીને જલદી-મંજૂરી આપોઃ ફાઈઝરની સરકારને વિનંતી

નવી દિલ્હીઃ અમેરિકાની અગ્રગણ્ય ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરે કેન્દ્ર સરકારને જાણ કરી છે કે તેની કોરોનાવાઈરસ પ્રતિરોધક રસી 12 વર્ષ અને તેથી વધુની વયની તમામ વ્યક્તિઓ માટે અનુરૂપ છે અને તેને એક મહિના સુધી 2-8 ડિગ્રી તાપમાનમાં સાચવી શકાય છે.

ફાઈઝરના અધિકારીઓએ કંપનીની રસીનો ભારતમાં ઉપયોગ કરવા દેવા માટે ઝડપથી મંજૂરી આપવાની ભારત સરકારને વિનંતી કરી છે. તેના અધિકારીઓએ સરકારના નિષ્ણાતો સાથે ચર્ચા કરી છે. ભારતમાં આ રસી લાવતા પહેલા કંપનીએ કાયદાઓની અમુક કલમોમાં છૂટછાટ આપવાની માગણી પણ કરી છે. કંપનીએ સરકારને કહ્યું છે કે અમારી રસી કોરોના બીમારીના નવા પ્રકારો સામે પણ અત્યંત અસરકારક છે. ભારતમાં મોકલવા માટે તેની પાસે રસીના 5 કરોડ ડોઝ તૈયાર છે, પરંતુ અમુક શરતોને આધીન.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]