નવી દિલ્હીઃ PF ખાતાધારકો માટે ખુશખબરી છે. હવે જો તમને નાણાંની જરૂર પડે તો EPFOથી તમને રૂ. એક લાખનો લાભ થઈ શકે એમ છે અને એ નાણાં માટે મારે કોઈ દસ્તાવેજ આપવાની જરૂર નથી. EPFO દ્વારા નોકરિયાત લોકોને એડવાન્સ ક્લેમ (મેડિકલ એડવાન્સ ક્લેમ) હેઠળ આ નાણાં ઉપાડવાની સુવિધા આપવામાં આવશે.
EPFOએ કહ્યું છે કે જીવલેણ બીમારીઓની સ્થિતિમાં કેટલીય વાર દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે, જેથી તેનો જીવ બચાવી શકાય. આ રીતે નાજુક સ્થિતિવાળા દર્દીની બીમારી માટે થતા ખર્ચને પૂરા કરવા માટે એડવાન્સની સુવિધા આપવામાં આવી રહી છે.
જોકે ક્લેમ કરવાવાળા કર્મચારીના દર્દીએ સરકારી, પબ્લિક સેક્ટર યુનિટ,CCHS પેનલ હોસ્પિટલ હોવી જોઈએ. જો તમને ઇમર્જન્સીમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે, તો એ માટે તપાસ કરવામાં આવશે અને એ પછી તમે મેડિકલ ક્લેમ માટે એપ્લિકેશન ભરી શકો છો.
તમે રૂ. એક લાખ એડવાન્સ કાઢી શકો છો, પણ તમે વર્કિંગ ડેમાં અરજી કરી રહ્યા હો તો આગામી દિવસે તમારાં નાણાં ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. નાણાં કર્મચારી અથવા હોસ્પિટલને સીધા ટ્રાન્સફર પણ થઈ શકે છે. હોસ્પિટલમાં ડિસ્ચાર્જ થવાના 45 દિવસમાં મેડિકલ સ્લિપ જમા કરવાની હોય છે. તમારા ફાઇનલ બિલની સાથે એડવાન્સ રકમની સાથે એડજસ્ટ કરી દેવામાં આવશે.
કેવી રીતે કાઢી શકાય નાણાં
તમારે સત્તાવાર વેબસાઇટ www.epfindia.gov.in પર ઓનલાઇન એડવાન્સ ક્લેમ લઈ શકો છો. આ સિવાય unifiedportalmem.epfindia.gov.inથી પણ એડવાન્સ ક્લેમ કરી શકાય છે. અહીં તમરે ઓનલાઇન સેવાઓ પર ક્લિક કરવાનું છે. ત્યાર બાદ તમારા બેન્ક અકાઉન્ટના અંતે ચાર અંક એન્ટર કરીને વેરિફાઈ કરવાનું રહેશે ડ્રોપ ડાઉનથી PF Advanceને (Form 31) સિલેક્ટ કરવાનું છે એ પછી તમારે નાણાં કાઢવાનું કારણ જણાવવાનું છે. હવે તમારે રકમ ભરવાની છે અને ચેકની સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે. Get Aadhaar OTP પર ક્લિક કરો અને આધાર લિન્ક્ડ મોબાઇલ પર આવેલા OTPને એન્ડર કરો. હવે તમારો ક્લેમ ફાઇલ થઈ જશે. |