પરમબીરસિંહ પોતાની બદલી રદ કરાવવા SCમાં ગયા

નવી દિલ્હીઃ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો છે અને પોતે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ કરેલા ભ્રષ્ટાચારના આરોપમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની માગણી કરી છે. પરમબીરસિંહને મુંબઈના પોલીસ કમિશનર પદેથી હટાવીને હોમગાર્ડ્સ વિભાગના કમાન્ડન્ટ જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પરંતુ, પરમબીરસિંહે આક્ષેપ કર્યો છે કે એમની બદલીનો ઓર્ડર ગેરકાયદેસર છે તેથી એને રદ કરવામાં આવે.

પરમબીરસિંહે આરોપ મૂક્યો છે કે દેશમુખે ગેરપ્રવૃત્તિ આચરી છે. એમણે સચીન વાઝે નામના એક સિનિયર પોલીસ અધિકારીને આદેશ આપ્યો હતો કે એમણે મુંબઈના બીયર બાર, રેસ્ટોરન્ટ્સ, પબ્સના માલિકો પાસેથી દર મહિને રૂ. 100 કરોડની ખંડણી વસૂલ કરવી. વાઝે હાલ NIA તપાસ એજન્સીની કસ્ટડીમાં છે. દક્ષિણ મુંબઈમાં, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન નજીકથી ગયા ફેબ્રુઆરીમાં લાવારિસ હાલતમાં, વિસ્ફોટક પદાર્થ જિલેટીનની સ્ટિક્સ અને એક ધમકીભર્યા પત્ર સાથે એક સ્કોર્પિયો કાર મળી આવ્યાની ઘટનાના સંબંધમાં વાઝેને એનઆઈએ એજન્સીએ અટકમાં લીધા છે. દેશમુખે પરમબીરસિંહના આરોપને નકારી કાઢ્યો છે અને તેમની એનસીપી પાર્ટીએ દેશમુખને ગૃહ પ્રધાનપદેથી દૂર કરવાનો ઈનકાર કરી દીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]