પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને મોર્ટાર છોડ્યા, બે જવાન શહીદ

શ્રીનગર – કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં બોર્ડર પાસે આવેલા વિસ્તારોમાં પાકિસ્તાને મોર્ટાર છોડ્યા હતા. આ મોર્ટાર હુમલાના કારણે સેનાના બે જવાન શહીદ થયા છે જ્યારે બીજા 2 જણ ઘાયલ થયા છે. પાકિસ્તાની સૈનિકોએ ભારતની સરહદમાં મોર્ટાર છોડ્યા હતા. આ હુમલામાં બે જવાન શહીદ થયા તો ત્રણ જવાનને ઈજા પહોંચી છે. રિપોર્ટ્ પ્રમાણે, જ્યારે પાકિસ્તાને આર્મી પોર્ટર પર ફાયરિંગ કર્યું તે સમયે તેઓ વિસ્તારમાં કામ કરી રહ્યાં હતા. ત્યારે પાકિસ્તાન તરફથી ફાયર કરવામાં આવેલા મોર્ટાર અને ગોળીઓની ઝપટમાં આવી ગયા હતા.

ઘટનાની જાણકારી આપતા સેનાએ કહ્યું, ‘જમ્મૂ-કાશ્મીર લાઇન ઓફ કંટ્રોલની પાસે પાકિસ્તાની ભારે ગોળીબારી કરી છે. આ ગોળીબારીમાં બે જવાન શહીદ થયા તો ત્રણને ઈજા પહોંચી છે. આ ઘટના પુંછ જિલ્લાના ગુલપુર સેક્ટરની છે. હુમલામાં શહીદ થનાર બંન્ને જવાન સેનામાં મજૂર તરીકે કામ કરતા હતા.’