બંગલાદેશની કેટલીક પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મશ્રી એવોર્ડ એનાયત

નવી દિલ્હીઃ આ વર્ષના પદ્મશ્રી એવોર્ડમાં બંગલાદેશની કેટલીય પ્રતિષ્ઠિત હસ્તીઓ સામેલ છે. બંગલાદેશના સ્વતંત્રતા સંગ્રામના દિગ્ગજ લેફ્ટેનન્ટ કર્નલ (નિવૃત્ત) કાઝી સજ્જાદ અલી ઝહિરને જાહેર બાબતોમાં તેમના યોગદાન માટે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સર્વોચ્ચ નાગરિક એવોર્ડમાંનો એક પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ મેળવનાર તેઓ પહેલા બંગલાદેશી નાગરિક છે. આ ઉપરાંત ભૂતપૂર્વ રાજદ્વારી મુઅઝ્ઝમ અલીને મરણોપરાંત પદ્મશ્રીથી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અલીનાં પત્ની તુફા ઝમાન અલી કોવિડ પાસેથી આ એવોર્ડ લેશે.

1971માં સિલહટ ક્ષેત્રમાં સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનારા 71 વર્ષીય ઝહિરને રાષ્ટ્રપતિ ભવનમાં આ રાષ્ટ્રપતિને હાથે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. તેમના પ્રશસ્તિ પત્રમાં તેમનો બંગલાદેશ લિબરેશન વોર વેટરન અને ‘શુદ્ધોઈ મુક્તિજુદ્ધો’ તરીકે વર્ણવવામાં આવ્યા છે.

ભારત અને બંગલાદેશ- બંગલાદેશની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ અને ભારતની સાથે રાજકીય સંબંધોમાં 50મા વર્ષની સાથે-સાથે શેખ મુજિબુર રહેમાનની શતાબ્દી ઊજવી રહ્યા છે. વળી, આ ઉપરાંત બંગલાદેશના વિજય દિવસના સમારોહમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ બંગલાદેશનો પ્રવાસ કરે એવી શક્યતા છે, એમ બંગલાદેશની મિડિયા અહેવાલ કહે છે. જોકે આ વિશે કેન્દ્ર સરકારનાં સૂત્રોએ રાષ્ટ્રપતિના કાર્યક્રમ પર હજી સ્પષ્ટતા નથી કરી.

નેશનલ મ્યુઝિયમના ડિરેક્ટર જનરલ ઇનામુલ હકને ગઈ કાલે રાષ્ટ્રપતિ ભવનમાં એક અલગ કાર્યક્રમમાં કોવિંદે પદ્મશ્રી એવોર્ડથી એનાયત કર્યો હતો. હક એક પ્રતિષ્ઠિત પુરાતત્વવિદ (આર્કિયોલોજી) જ નથી, પણ બંગલાદેશના સાંસ્કૃતિક કાર્યકર્તા પણ છે.  સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]