નવા નિયમ સાથે અમરનાથયાત્રા માટે ઑનલાઈન નોંધણી શરૂ, 1 જુલાઈથી પ્રારંભ

નવી દિલ્હી– અમરનાથ યાત્રાની ઑનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે. જમ્મુકશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે તેની શરૂઆત કરાવી છે. આ વર્ષની પહેલી જુલાઈથી યાત્રા શરૂ થશે.રાજ્યપાલ શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના અધ્યક્ષ છે. જે કશ્મીર ઘાટીના અનંતનાગ જિલ્લામાં અમરનાથની વાર્ષિક તીર્થયાત્રાની વ્યવસ્થા કરે છે. અમરનાથ શ્રાઈન બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે રાજ્યપાલે યાત્રિકો માટે પાયલટ આધાર પર ઑનલાઈન નોંધણીની શરૂઆત કરી છે.નિવેદનમાં વધુમાં કહ્યું છે કે ઑનલાઈન નોંધણીની સુવિધા દરરોજ ઈચ્છા ધરાવતાં 500 યાત્રિકો માટે હશે. આ બન્ને માર્ગો પહેલગામથી 250 યાત્રિકો અને બાલતાલથી 250 યાત્રિકો માટે ઉપલબ્ધ હશે. તેમાં કહેવાયું છે કે એક નવી પહેલના રૂપમાં શ્રાઈન બોર્ડ યાત્રા પરમીટ ફોર્મના ક્યૂઆર કોડિંગ-બાર કોડિંગને રજૂ કરી રહ્યાં છે. ક્યૂઆર કોડ

ફાઈલ તસવીર

યાત્રીના ડેટાબેઝ સાથે જોડાયેલો હશે. ક્યૂઆર કોડવાળા વાઈપીએફને એક્સેસ કન્ટ્રોલ ગેટ્સ ડોમેલ અને ચંદનવાડી અને મધ્યવર્તી શિબિરો બન્નેમાં સ્કેન કરાશે. જેનાથી યાત્રિકોની ગણતરી અને વાસ્તવિક સમયના આધાર પર તેનું ટ્રેકિંગ કરવામાં મદદ મળશે.આ વખતે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવાનો નિર્દશ પણ મળ્યો છે. નોંધણીની તારીખ અને રૂટ સ્તર પર જ યાત્રીકો યાત્રા કરી શકે તેની મંજૂરી અપાશે. બોર્ડ તરફથી પાયલોટ સ્તર પર સીમિત નંબરોની ઑનલાઈન નોંધાણી કરવાની દરખાસ્તને મંજૂરી અપાઈ છે. યાત્રા માટે એક્શન પ્લાન તૈયાર કરાઈ રહ્યો છે. જેમાં ચિકિત્સા, સ્વચ્છતા, બન્ને ટ્રેક પર રેલિંગની સ્થાપના, પર્યાવરણને અનુકુળ કચરાને દૂર કરવો, યાત્રા ક્ષેત્રમાં અનુકુળ વાતાવરણ સ્થાપિત કરવું જેવા અનેક બિન્દુઓ પર ધ્યાન કેન્દ્રીત કરાશે.
અમરનાથ યાત્રા માટે 12 વર્ષથી ઓછા અન 74 વર્ષથી વધુ ઉંમરવાળી વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં. તમામ યાત્રાના એન્ટ્રી પોઈન્ટ પર કડકાઈથી તપાસ કરાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]