પ્રચંડ જીત બાદ મોદી માટે બદલાયો ‘ટાઈમ’ હવે ગણાવ્યાં દેશને જોડનારા નેતા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના અંતિમ દોરમાં 10 મેના રોજ દુનિયાના બહુપ્રતિષ્ઠિત મેગેઝીન Time દ્વારા વડાપ્રધાન મોદી માટે ડિવાઈડર-ઈન-ચી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટાઈમના આ કવર પર દુનિયાભરમાં બબાલ મચી હતી. પરંતુ ચૂંટણી પરિણામોના 6 દિવસ બાદ Time બદલાઈ ગયું છે. હવે મેગેઝીને પોતાના એક આર્ટિકલમાં નરેન્દ્ર મોદીને દેશને જોડનારા ગણાવ્યાં છે. Time દ્વારા લખવામાં આવ્યું છે કે દશકોમાં કોઈ વડાપ્રધાન ન કરી શક્યાં, તે મોદીએ કરી બતાવ્યું.

હકીકતમાં Time મેગેઝીનમાં એક ઓપિનિયન આર્ટિકલ છપાયો છે, જેનું ટાઈટલ છે  ‘Modi has united India like no Prime Minister in decades’ એટલે કે દશકોમાં જે કોઈ વડાપ્રધાન ન કરી શક્યાં, તેવી રીતે નરેન્દ્ર મોદીએ ભારતને જોડી દીધાં. મેગેઝનમાં આ આર્ટિકલ મનોજ લાડવાએ લખ્યો છે. જેમણે 2014માં Narendra Modi For PM નામનું કેમ્પેઈન ચલાવ્યું હતું.

લેખમાં આ ચૂંટણીની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવવામાં આવી છે કે નરેન્દ્ર મોદીએ દેશમાં ખૂબ લાંબા સમયથી ચાલી રહેલા જાતિવાદને ખતમ કરી દીધો છે અને એકજૂટ કરીને લોકોના મત પ્રાપ્ત કર્યા છે. લેખમાં વડાપ્રધાન મોદીના વખાણ કરતાં લખવામાં આવ્યું છે કે કેવી રીતે તેમણે એક ગરીબ પરિવારમાંથી આવતા હોવા છતાં પણ દેશના સૌથી મોટા પદ પર જગ્યા બનાવી અને ગાંધી પરિવાર સાથે રાજનૈતિક લડાઈ તેઓ લડ્યાં. લેખકે લખ્યું છે કે ગત પાંચ વર્ષમાં ઘણીબધી ટીકાઓ બાદ પણ જે રીતે વડાપ્રધાન મોદીએ દેશને એક સૂત્રમાં પરોવ્યો છે, તેવું છેલ્લાં પાંચ દશકમાં કોઈ વડાપ્રધાન નથી કરી શક્યાં.

આપને જણાવી દઈએ કે મેગેઝીને પોતાના કવર વડાપ્રધાન મોદીનો ફોટો પણ છાપ્યો હતો. આનું ટાઈટલ ‘Divider in Chief’ આપવામાં આવ્યું હતું. જેના પર ખૂબ ગરમાવો આવ્યો હતો. તે આર્ટિકલને આતિશ તસીરે લખ્યો હતો. તેમણે પોતાના લેખમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલી લિચિંગને આધાર બનાવીને વડાપ્રધાન મોદીની ટીકા કરી હતી.

આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2019માં ભાજપને નરેન્દ્ર મોદીની આગેવાનીમાં 303 સીટો મળી છે. તો તેમના ગઠબંધનને કુલ 353 સીટો મળી છે. આવું લાંબા સમય બાદ શક્ય બન્યું છે કે જ્યારે એક જ દળની સરકાર સતત બે વખત પૂર્ણ બહુમત સાથે સત્તામાં આવી હોય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]