નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેટલાક કેન્દ્રીય પ્રધાનોએ વિશ્વ સંસ્કૃત દિવસના પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ આપી હતી. એ સાથે વડા પ્રધાને વધુ ને વધુ લોકોને સંસ્કૃતનું શિક્ષણ લેવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે ટ્વીટ કરીને સંસ્કૃતમાં લખ્યું હતું. તેમના સિવાય ધર્મેન્દ્ર પ્રધાને પણ સંસ્કૃત ભાષાને મહત્ત્વ જણાવતાં સંસ્કૃતમાં ટ્વીટ કર્યું હતું.
વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે એ ભાષા પ્રાચીન અને આધુનિક પણ છે. જેનું તત્ત્વજ્ઞાન ગહન છે અને કાવ્ય પણ તરુણ છે. જે અભ્યાસ માટે યોગ્ય સરળ છે અને શ્રેષ્ઠ દર્શનયુક્ત છે. એ સંસ્કૃત ભાષાને વધુ ને વધુ લોકોએ શીખવી જોઈએ. બધાને સંસ્કૃત દિવસની શુભકામના.
संस्कृतं न केवलं एका भाषा, अपितु भारतस्य जीवनदर्शनम्। संस्कृतं भारतस्य एकात्मतायाः भाषा। ज्ञानविज्ञानयोः भाषा। प्राचीनभाषा, आधुनिकभाषा अपि। तत्त्वज्ञानस्य भाषा, सर्वेषां भाषा च।
सर्वेभ्यः संस्कृतदिवसस्य शुभाशयाः। https://t.co/h9Bk5e4Cnn
— Dharmendra Pradhan (@dpradhanbjp) August 22, 2021
ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું હતું કે સંસ્કૃત માત્ર એક ભાષા નથી. બલકે ભારતનું જીવનદર્શન છે. સંસ્કૃત ભારતને એક કરનારી ભાષા છે. જ્ઞાન-વિજ્ઞાનની ભાષા. પ્રાચીન અને આધુનિક ભાષા પણ છે. તત્ત્વ જ્ઞાનની ભાષા અને બધાની ભાષા છે. બધાને સંસ્કૃત દિવસે શુભકામના.
કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે 1969માં કેન્દ્રીય મંત્રાલયે 1969માં કેન્દ્રીય તથા રાજ્ય સ્તરે સંસ્કૃત દિવસ ઊજવવાનો નિર્દેશ જારી કર્યો હતો. જે પછી ભારતમાં શ્રાવણ પૂર્ણિમાના દિવસે સંસ્કૃત દિવસ ઊજવવામાં આવે છે અને આ દિવસથી પ્રાચીન ભારતમાં શિક્ષણ સત્ર શરૂ થતું હતું, જેથી આ દિવસ ખાસ છે. આ દિવસે વેદ પાઠનો આરંભ થાય છે અને એ દિવસે વિદ્યાર્થી શાસ્ત્રોના અધ્યયનનો પ્રારંભ કરતા હતા. આ દિવસે ભારતીય સંસ્કૃતિઓને માત્ર ભારતમાં જ નહીં, બલકે વિશ્વમાં ઊજવવામાં આવે છે.