નવી દિલ્હીઃ કોરોના વાઇરસ રોગચાળા વચ્ચે ટ્રેનમાં યાત્રા કરનારાઓ માટે રાહતના સમાચાર છે. હાલના દિવસોમાં ટ્રેનોના એસી ડબ્બાઓમાં યાત્રા દરમ્યાન કોરોના સંક્રમણ ફેલાવવાનું જોખમ રહેતું હોય છે. હવે આ સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. રેલવેની એસી ટ્રેનોના ડબ્બાઓમાં હવે ઓપરેશન થિયેટરોની જેમ તાજી હવા મળશે, જેથી સંક્રમણ ફેલાવવાનું જોખમ ઓછું કરી શકાય. અધિકારીઓએ જણાવ્યું હતું કે રેલવે દ્વારા દિલ્હીના માર્ગો પર ચલાવવામાં આવતી 12 મેથી આવ-જા કરતી 15 એસી ટ્રેનોમાં આ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ કોવિડ-19 પછીની સ્થિતિમાં ટ્રેનોનું સંચાલનની રેલવેની તૈયારીઓનો હિસ્સો છે.
ટેક્નિકમાં ફેરફાર કર્યો
અધિકારીઓએ કહ્યું હતું કે ભારતીય રેલવેના એસી ડબ્બામાં લાગેલા રૂફ માઉન્ટેડ એસી પેકેજ (RMPU) પ્રતિ કલાક 16-18 વારથી વધુ હવા બદલે છે, જેવી રીતે ઓપરેશન થિયેટરોમાં થાય છે. પહેલાં આ એસી ટ્રેનોમાં પ્રતિ કલાક છથી આઠ વાર હવા બદલાતી હતી અને ડબ્બામાં છોડાતી 80 ટકા હવા પુનઃ સર્ક્યુલેટેડ હવા હતી, જ્યારે 20 ટકા તાજી હવા હતી.
15 ટકા વધી ગયો વીજવપરાશ
હવામાં ફેરફારની સંખ્યા વધવાની સાથે વીજળીના વપરાશમાં 10થી 15 ટકાનો વધારો થશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે યાત્રીઓની સુરક્ષા માટે આ કિંમત આપવી પડશે. આ નવો ઉપાય છે. એસી જે રીતે કામ કરે છે એમાં એ પુનઃ પરિચાલિત એટલે કે સર્ક્યુલેટેડ હવાનો ઉપયોગ કરે છે, જેથી બોગી જલદી ઠંડી થાય. જ્યારે આપણે તાજી હવાનો ઉપયોગ કરીશું ત્યારે ઠંડી થવામાં થોડો સમય લાગશે, એટલે ઊર્જાનો વધુ વપરાશ થશે.
સેન્ટ્રલાઇઝ્ડ એસીનું તાપમાન વધારી દેવાયું
રેલવે દ્વારા સેન્ટ્રલાઇઝ્ડ એસીનું તાપમાન પણ સામાન્ય રીતે 23 ડિગ્રી સેલ્સિયસથી વધારીને 25 ડિગ્રી સેલ્સિયસ કરી દેવામાં આવ્યું છે, કેમ કે યાત્રીઓને ચાદર આપવામાં નહીં આવે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોગ્ય નિષ્ણાતોની સલાહ પર રેલવેએ કોરોના વાઇરસના સાધારણ કેસો માટે પૃથક ડબ્બાઓ તરીકે બિન એસીવાળા ડબ્બાઓમાં સુધારો કર્યો છે.
રેલવેએ આરોગ્ય મંત્રાલયના દિશા-ર્નિદેશોનું પાલન કર્યું
તેમણે આ બીમારી ફેલાવાથી રોકવા માટે વિશેષ રાજધાની ટ્રેનો પર એસી યુનિટોમાં ફેરફાર કરવાના આરોગ્ય મંત્રાલયના દિશા-નિર્દેશોને લાગુ કર્યા છે. અત્યાર સુધી ચીની સંશોધનકર્તાઓના માત્ર એક અભ્યાસમાં જ એસીથી મોંઢામાં લાળના છાંટાને ફેલાવાવો નિષ્કર્ષ નીકળ્યો છે. બાકી અન્ય અભ્યાસોમાં એસીના ઉપયોગથી કોરોના વાઇરસના પ્રસારની વાત નથી.