રેલવેએ ‘તત્કાલ ટિકિટ’ બુકિંગ સેવા ફરી શરૂ કરી

નવી દિલ્હીઃ કોરોના સંકટને કારણે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને બંધ કરી દેવામાં આવેલી ‘તત્કાલ ટિકિટ’ બુકિંગ સેવા ભારતીય રેલવેએ આજથી ફરી શરુ કરી દીધી છે. રેલવે દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ યાત્રી ટ્રેનો અને એ.સી. સ્પેશિયલ ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ સેવા આજશી શરુ કરી દેવામાં આવી છે. સેન્ટ્રલ રેલવેના જણાવ્યા મુજબ, 30 જૂન અને તેની આગળની તારીખો માટે ચાલનારી ટ્રેનો માટે આ સુવિધા શરુ થઈ જશે. સ્પેશિયલ ટ્રેનોમાં જે ટ્રેનોનો નંબર 0 થી શરુ થાય છે તેમાં બુકિંગ કરી શકાશે. જો તમે સેકન્ડ ક્લાસ અથવા સ્લીપરનું તત્કાલ બુકિંગ કરાવવા ઈચ્છતા હો તો તેનો સમય સવારે 11 વાગ્યાનો છે. આની ટિકિટોના બુકિંગનો સમય સવારે 10 વાગ્યાનો છે. આ ટિકિટો થોડી જ વારમાં ખતમ થઈ જતી હોય છે. ત્યારે જરુરી છે કે તમે સમય અનુસાર લોગ ઈન કરો અથવા કાઉન્ટર પર પહોંચો. આ નિયમોમાં બદલાવને લઈને રેલવે દ્વારા અત્યાર સુધી કોઈ જાણકારી સામે આવી નથી. એટલા માટે અમે આપને પહેલાથી જ ચાલી રહેલા નિયમો વિશે જણાવી રહ્યા છે.

કેટલીક વાર યાત્રીઓ એ વાતને લઈને ભ્રમમાં રહેતા હોય છે કે, તત્કાલ ટિકિટ બુકિંગ ક્યારે થાય છે. તો માની લો કે આપ 30 જૂનના રોજ યાત્રા કરવા માંગો છો તો આપને એક દિવસ પહેલા એટલે કે 29 જૂનના રોજ સવારે 10 વાગ્યે અથવા 11 વાગ્યે ટિકિટ બુક કરાવવી પડશે.

તત્કાલ ટિકિટ બુકિંગ પર અન્ય એક વાતનું ધ્યાન રાખવાનું છે કે, આપને યાત્રા દરમિયાન આપનું આઈડી પ્રૂફ સાથે રાખવું પડશે.