મારા માટે ‘ભારત રત્ન’ ના માગોઃ રતન ટાટા

નવી દિલ્હીઃ દેશના મશહૂર ઉદ્યોગપતિ રતન ટાટાએ સોશિયલ મિડિયા પર ભારત રત્નની માગ કરતા લોકોએ આ ઝુંબેશ બંધ કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ ભારતીય હોવા પર ખુદને ભાગ્યશાળી માની રહ્યા છે. તેમણે દેશના ગ્રોથ અને સમૃદ્ધિમાં યોગદાન આપવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું હતું કે હું સોશિયલ મિડિયામાં આ ઝુંબેશ ચલાવવાની લાગણીનું સન્માન કરું છુ, પણ હું વિનમ્રતાથી આગ્રહ કરું છું કે આ પ્રકારની ઝુંબેશને અટકાવવામાં આવે.

100 અબજ ડોલરથી વધુના ટાટા જૂથના માનદ્ ચેરમેને સોશિયલ મિડિયાના પ્રયોગકર્તાએ તેમના માટે ભારત રત્નની માગની ઝુંબેશએ અટકાવવા માટે કહ્યું છે. સોશિયલ મિડિયા પર ઝુંબેશ દ્વારા સરકારથી ટાટાને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાની માગ કરવામાં આવી રહી છે.

સોશિયલ મિડિયા પર હાલમાં #ભારતરત્ન ફોર રતન ટાટા ટ્રેન્ડ કરી રહ્યું છે. સોશિયલ મિડિયા પ્રયોગકર્તા ટાટાનું યોગદાન વિશેષ કરીને યુવાઓને પ્રેરિત કરવા માટે ભારત રત્ન આપવાની માગ કરી રહ્યા છે. ટાટાએ કહ્યું હતું કે હું ખુદને ભાગ્યશાળી માનું છું કે હું ભારતીય છું. હું ભારતના વિકાસ અને સમૃદ્ધિમાં યોગદાન આપવાનો પ્રયાસ કરીશ.

સોશિયલ મિડિયાના એક પ્રયોગકર્તાએ અન્ય લોકોથી આ ઝુંબેશમાં સામેલ થવાનો આગ્રહ કરતાં કહ્યું હતું કે ટાટાએ યુવાનોને પ્રેરણા આપી છે. તેમણે યુવાનોએ જણાવ્યું છે કે જીવનમાં સફળતા હાંસલ કરવા માટે પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ કરવો જરૂરી છે. એક યુઝરે ટાટાને દેશના સાચા હીરો કહેતા કહ્યું હતું કે તેઓ ભારત રત્ન મેળવવા હકદાર છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]