ઇંગ્લેન્ડના આઠ વિકેટે 555 રનઃ જો રૂટની બેવડી સદી  

ચેન્નઈઃ યજમાન ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના અંતર્ગત ચાર મેચોની ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટ ચેન્નઈમાં એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શનિવારે બીજા દિવસે ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન જો રૂટની બેવડી સદીની મદદથી આઠ વિકેટે 555 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમે પહેલા દિવસની રમતના અંતે 263 રને ત્રણ વિકેટ બનાવ્યા હતા. જો રૂટે 260 બોલમાં 150 રન પૂરા કર્યા હતા અને 341 બોલમાં પાંચમી બેવડી સદી ફટકારી હતી. બેન સ્ટોક્સે 73 બોલમાં 23મી અડધી સદી ફટકારી હતી.  સામે પક્ષે ભારતીય બોલરો આઠ વિકેટ લેવામાં સફળ થયા હતા.

ઇન્ગલેન્ડની ટીમે ટોસ જીતીની પહેલાં બેટિંગનો નિર્ણય કર્યો હતો. ટીમમાંથી જો રૂટે 218, ડોમિનિક સિબ્લેએ 87 રન, બેન સ્ટોક્સે 82 રન, ઓલી પોપે 34 અને જોસ બટલરે 30 રન બનાવ્યા હતા, જ્યારે ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, રવિચન્દ્રન અશ્વિન અને શાહબાઝ નદીમને બે-બે વિકેટ મેળવી હતી.

ઇંગ્લિશ ટીમ તોતિંગ સ્કોર બનાવી ચૂકી છે. જેથી સોશિયલ મિડિયાએ ક્રિકેટના ફેન્સે ટીમ ઇન્ડિયાની ટીકા કરી રહ્યા છે અને તેમના મીમ્સ બનાવી રહ્યા છે. કોહલીની સાથે સાથી બોલરોની મનોદશા પણ દર્શાવી રહ્યાં છે આ ફેન.