વિસ્ફોટક ભરેલી બેગ મળી આવ્યા પછી દિલ્હી એરપોર્ટ પર તપાસનો ધમધમાટ

નવી દિલ્હીઃ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગત મોડી રાત્રે વિસ્ફોટક ભરેલી બેગ મળી આવી. શરુઆતી તપાસમાં જાણકારી મળી કે આમાં વિસ્ફોટક છે. જો કે આ RDX છે કે IED આ મામલે પુષ્ટી નથી થઈ. આમાં બહાર નિકળેલા કેટલાક વાયર્સ દેખાયા હતા. બેગને ખોલ્યા વગર જ 24 કલાકની દેખરેખમાં કૂલિંગ પીટ પર રાખી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ બેગ ટર્મિનલ-3 ના અરાઈવલ પોઈન્ટ પરથી મળી આવી છે. બેગ મળવાથી થોડા સમય માટે એરપોર્ટ પર લોકોનું આવન-જાવન રોકી દેવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, કાળા રંગની બેગને ટર્મિનલ-3 પર એરપોર્ટની સુરક્ષામાં લાગેલા સીઆઈએસએફના જવાનોએ જોઈ હતી. બાદમાં ડોગ સ્ક્વોડ અને એક્સપ્લોસિવ ડિટેક્ટરની મદદથી આને સર્ચ કરવામાં આવી. દિલ્હી પોલીસ અનુસાર મોડી રાત્રે 1 વાગ્યે ફોન આવ્યો હતો. સીઆઈએસએફની મદદથી આને ત્યાંથી હટાવી લેવામાં આવી છે.

અધિકારીઓએ કહ્યું કે સીઆઈએસએફ અને દિલ્હી પોલીસે એરપોર્ટની તપાસ કરી છે. ત્યારબાદ સવારે 4 વાગ્યાની આસપાસ લોકો એરપોર્ટ પર પ્રવેશની મંજૂરી આપવામાં આવી. પરિસરની બહાર પણ રોડને બ્લોક કરી દેવામાં આવ્યો હતો. દિલ્હી એરપોર્ટના ત્રણ ટર્મિનલ છે. અહીંયાથી ડોમેસ્ટિકની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પણ સંચાલિત થાય છે.

દિલ્હી એરપોર્ટ પર સંદિગ્ધ બેગ મળ્યા બાદ વારાણસીના લાલ બહાદૂર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. એરપોર્ટ પર પહોંચનારા વાહનોની સઘનતાથી તપાસ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર ફરી રહેલા લોકોનું આઈડી પણ ચેક કરવામાં આવી રહ્યું છે.

ટર્મિનલ બિલ્ડિંગની અંદર પણ ઘણા ચરણોમાં તપાસ કરવામાં આવી રહી છે. તો સીઆઈએસએફના જવાનો દ્વારા સઘન ચેકિંગ કરીને એરપોર્ટ પર આવનારા વાહનો તેમજ લોકોનું ચેકિંગ કરીને પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]