WhatsApp જાસૂસીઃ કઇ રીતે એક મિસ્ડ કોલથી થતો હતો ડેટા લીક?

નવી દિલ્હીઃ ઈઝરાઈલી ફર્મના સ્પાઈવેર Pegasus દ્વારા વ્હોટ્સએપ પર ભારતીય પત્રકારો અને એક્ટિવિસ્ટોની જાસૂસીનો મામલો અત્યારે ચર્ચામાં છે. આ ખુલાસાથી ભારતીયોની પ્રાઈવસીને લઈને સવાલો ઉભા થયા છે. આ સ્પાઈવેર અત્યંત ખતરનાક છે, જે માત્ર એક મિસ્ડ કોલ દ્વારા કોઈપણ મોબાઈલ ડિવાઈઝમાં ઉપસ્થિત બધો જ ડેટા સીઝ કરી શકે છે. જાણીએ કે જાસૂસી ક્યારે શરુ થઈ અને કેવી રીતે કરવામાં આવતી હતી.

કેલિફોર્નિયોની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વ્હોટ્સએપે Peagasus ડેવલપ કરનારા ફર્મ NSO Group ગરુપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આનાથી સામે આવ્યું છે કે આ ખતરનાક સ્પાઈવેર કઈ હદ સુધી ડેટા કલેક્ટ કરી શકે છે. ઈઝરાયલના આ મેલેવરે વ્હોટ્સએપના વિડીયો કોલિંગ ફિચરના માધ્યમથી એટેક કર્યો છે. આણે આશરે 1400 લોકોને નિશાને લીધા છે. પહેલીવાર આ મામલો મે માસમાં સામે આવ્યો હતો. આ મૈલવેર સામે આવ્યા બાદ વોટ્સએપે 13 મે ના રોજ તાત્કાલિક અપડેટની જાહેરાત કરી.

ઈઝરાયલી ડેવલપર વિરુદ્ધ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ટાર્ગેટ યૂઝર્સમાં વકીલ, પત્રકાર, માનવાધિકાર કાર્યકર્તા, રાજનૈતિક અસંતુષ્ટો અને વરિષ્ઠ વિદેશી અધિકારીઓ શામિલ હતા. આ ફરિયાદ કોન્ટ્રાક્ટના ઉલ્લંઘન માટે એનએસઓને જવાબદાર ગણાવે છે. વ્હોટ્સએપે આરોપ લગાવ્યો છે કે NSO એ આની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે અને આનાથી તેને 75 હજાર ડોલર, એટલે કે આશરે 54 લાખ રુપિયાથી વધારેનું નુકસાન થયું છે.

તપાસમાં સામે આવ્યું છે કે જાન્યુઆરી 2018 થી મે 2019 વચ્ચે NSO એ વ્હોટ્સએપ અકાઉન્ટ બનાવ્યા, જેનો તેણે ઉપયોગ કર્યો. એપ્રિલ અને મે 2019 માં ટાર્ગેટ કરવામાં આવેલા ડિવાઈસમાં મલિશસ કોડ મોકલવા માટે આ અકાઉન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો. વ્હોટ્સએપ અકાઉન્ટ બનાવવા માટે ઘણા દેશોમાં રજિસ્ટર્ડ નંબરનો ઉપયોગ થયો, જેમાં સાઈપ્રસ, ઈઝરાયલ, બ્રાઝીલ, ઈન્ડોનેશિયા, સ્વીડન અને નેધરલેન્ડ્સનો સમાવેશ થાય છે.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે NSO એ 1400 ટાર્ગેટ ડિવાઈઝની જાસૂસી કરવા માટે 29 એપ્રિલ 2019 થી 10 મે 2019 વચ્ચે વ્હોટ્સએપના સર્વર પર પોતાનો મલિશસ કોડ મોકલ્યો હતો. પબ્લિક રિપોર્ટ અનુસાર, NSO ના ક્લાયન્ટ્સમાં કિંગડમ ઓફ બહરીન, યૂનાઈટેડ આરબ અમીરાત અને મેક્સિકોમાં સરકાર એજન્સીઓ સહિત પ્રાઈવેટ સંસ્થાઓ શામિલ છે.

ફરિયાદ અનુસાર, સ્પાઈવેર ત્રણ લેવલ પર દેખરેખમાં સક્ષમ છે, જેમાં ઈનિશિયલ ડેટા એક્ટ્રૈક્શન, પૈસિવ મોનિટરિંગ અને એક્ટિવ કલેક્શનનો સમાવેશ થાય છે. વ્હોટ્સએપે કહ્યું કે પેગાસસને આઈમેસેજ, સ્કાઈપ, ટેલિગ્રામ, વીચેટ, ફેસબુક મેસેન્જર અને વ્હોટ્સએપ સહિત અન્ય પર થનારા કોમ્યુનિકેશનને ઈન્ટરપ્ટ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું હતું. આ ડિવાઈઝથી સેન્ડ અને રિસીવ કરવામાં આવેલા કમ્યુનિકેશન્સ પર નજર રાખવામાં આવતી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]