એક મિનીટમાં એક નહીં, બે નહીં ને છ ઇડલી….કોણ છે આ મહિલા?

કર્ણાટકઃ જરા વિચાર કરો, કે એક મીનિટમાં કોઈ વ્યક્તિ કેટલી ઈડલી ખાઈ શકે? વધારેમાં વધારે એક,બે, કે ત્રણ, પરંતુ કર્ણાટકની એક મહિલાએ માત્ર એક મીનિટમાં એક-બે નહી પરંતુ 6 ઈડલી ખાઈ લીધી. આનાથી પણ વધારે ચોંકાવનારી વાત તો એ છે કે આ મહિલાની ઉંમર માત્ર 60 વર્ષ છે. આ મહિલાએ આ કામ ઈડલી કોમ્પિટિશનમાં કર્યું છે. આ કોમ્પિટિશનમાં તે મહિલા પ્રથમ નંબરે આવી. રાજ્યમાં મંગળવારના રોજ મૈસૂર દશેરાના અવસર પર ઈડલી ખાવાની કોમ્પિટિશન આયોજિત કરવામાં આવી હતી. આ કોમ્પિટિશન વિશેષ રુપે મહિલાઓ માટે આયોજિત કરવામાં આવી હતી. આ દરમિયાન તેમને એક મીનિટમાં વધારેમાં વધારે ઈડલી ખાવાની હતી. આ દરમિયાન માત્ર એક મીનિટમાં છ ઈડલી ખાનારી વડીલ મહિલાનું નામ સરોજમ્મા છે. આ મહિલા હુલહલ્લીની રહેનારી છે.

મૈસૂર દશેરા કર્ણાટકનો અધિકારિક રાજકીય ઉત્સવ છે અને આ ઉત્સવ 10 દિવસ સુધી મનાવવામાં આવે છે. આની શરુઆત નવરાત્રી સાથે થાય છે અને વિજયદશમીના રોજ આનું સમાપન થાય છે. આ દસ દિવસમાં આખા શહેરને સજાવવામાં આવે છે. આ દરમિયાન મૈસૂર પેલેસ એક લાખ બલ્બોના પ્રકાશથી ઝગમગે છે.

પારંપરિક રીતિ રિવાજો સાથે રવિવારના રોજ આ જાણીતા તહેવારની શરુઆત થઈ હતી. આ અવસર પર મૈસૂરના મહારાજ યદુવીર કૃષ્ણાદત્ત ચમરાજાએ પૂજા અર્ચના કરી અને સુવર્ણ સિંહાસન પર બેસીને વિશેષ દરબાર પણ લગાવ્યો. આ પારંપરિક ઉત્સવનું ઉદ્ઘાટન કર્ણાટકના પ્રસિદ્ધ લેખક એસ એલ ભૈરપ્પા અને મંત્રી પ્રહલાદ જોશીએ કર્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]