નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આજે એક નવા સ્વરૂપમાં જોવા મળ્યા. એમણે પોતે જ સોશિયલ મિડિયા પર શેર કરેલા વિડિયોમાં એ તેમના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે રાષ્ટ્રીય પક્ષી મોરને દાણા ખવડાવતા જોવા મળ્યા છે. આ વિડિયોને સોશિયલ મિડિયા પર જોરદાર પ્રતિસાદ મળ્યો છે.
સાંજે 6 વાગ્યા સુધીમાં આ વિડિયો-પોસ્ટને એમના ફેસબુક એકાઉન્ટ પર 3 લાખ 66 હજાર લોકોએ લાઈક કરી હતી, 20 હજાર લોકોએ એની પર કમેન્ટ કરી હતી અને 47 હજારથી વધારે લોકોએ શેર કરી હતી.
આ વિડિયો ક્લિપ મોરને ખવડાવતા પીએમ મોદીની અનેક તસવીરો અને શોર્ટ વિઝ્યૂલ્સનું કોલાજ છે.
આ વિડિયો ક્લિપમાં બેકગ્રાઉન્ડમાં શાસ્ત્રીય સંગીત પણ હળવું અને કર્ણપ્રિય છે. વાંસળીના સૂર મનને ખૂબ જ સાંત્વન આપનારા છે.
વિડિયોમાં જોઈ શકાય છે કે વડા પ્રધાન એમના મોર્નિંગ વોકના સમયે ચાલી રહ્યા છે અને મોર પણ ત્યાં કોઈ ડર રાખ્યા વગર ઘૂમી રહ્યો છે. બાદમાં એ મોદીજીના હાથમાં રહેલા દાણા ખાતો જોઈ શકાય છે.
પ્રકૃતિ પ્રત્યે અને પક્ષીઓ પ્રત્યે પીએમ મોદીનો પ્રેમ જાણીતો છે. આ પોસ્ટ એનો બોલતો પુરાવો છે.
આ પોસ્ટ સાથે મોદીએ એક કવિતા પણ પોસ્ટ કરી છેઃ
મોદીએ આ કંઈ પહેલી વાર એમના અંગત જીવનનો વિડિયો શેર નથી કર્યો. આ પહેલાં એમણે યોગ કરતા હોય એવો વિડિયો અને એમના માતા હિરાબા સાથે સત્તાવાર બંગલાની લોનમાં ટહેલતા હતા એ વખતની તસવીરો પણ સોશિયલ મિડિયા પર શેર કરી હતી. એ તસવીરો લોકોના દિલને સ્પર્શી ગઈ હતી.
भोर भयो, बिन शोर,
मन मोर, भयो विभोर,
रग-रग है रंगा, नीला भूरा श्याम सुहाना,
मनमोहक, मोर निराला।रंग है, पर राग नहीं,
विराग का विश्वास यही,
न चाह, न वाह, न आह,
गूँजे घर-घर आज भी गान,
जिये तो मुरली के साथ
जाये तो मुरलीधर के ताज। pic.twitter.com/Dm0Ie9bMvF— Narendra Modi (@narendramodi) August 23, 2020