નવી દિલ્હીઃ MBBSની ડિગ્રી વિદેશથી લઈને આવેલા 73 ડોક્ટર દેશમાં ફરજિયાત ટેસ્ટ પાસ કર્યા વિના વિવિધ રાજ્યોના મેડિકલ કાઉન્સિલના સર્ટિફિકેટને આધારે વિવિધ હોસ્પિટલો અથવા ખાનગી ક્લિનિકમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે, એવો આરોપ કેન્દ્રીય તપાસ CBIએ હાલમાં FIRમાં મૂક્યો છે. એમાં બિહારના જ 19 ડોક્ટર છે. આશ્ચર્ય એ છે કે આ બધા ફરજિયાત સ્ક્રીનિંગ પરીક્ષામાં તો ફેલ થયા છે, પણ બિહાર મેડિકલ કાઉન્સિલ સહિત વિવિધ રાજ્યોની કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન મેળવવામાં સફળ થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ દેશમાં ફરજિયાત સ્ક્રીનિંગ પરીક્ષામાં ફેલ થયેલા 73 ડોક્ટરોની સામે CBIએ 21 ડિસેમ્બર, 2022એ FIR નોંધ્યો હતો.
આ ઉપરાંત નામ ના છાપવાની શરતે તપાસથી જોડાયેલા એક CBI અધિકારીએ જણાવ્યું હતું કે બિહારની મેડિકલ કાઉન્સિલે નિયમ વિરુદ્ધ અન્ય રાજ્યોમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓને અહીં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપી દીધી હતી.
હાલના માપદંડો અનુસાર કોઈ વિદેશી મેડિકલ સ્નાતક (FMG)ને ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે નેશનલ મેડિકલ કમિશન અથવા રાજ્યોની મેડિકલ કાઉન્સિલોની સાથે સ્થાયી રજિસ્ટ્રેશન પ્રાપ્ત કરવાનું જરૂરી છે. એના માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા આયોજિત સ્ક્રીનિંગ ટેસ્ટ કરવી ફરજિયાત છે.
ડિસેમ્બરમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા સાધા મોકલવામાં આવેલા એક પત્રને આધારે કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ 14 રાજ્યોની મેડિકલ કાઉન્સિલ અને 73 FMGEની સામે FIR નોંધવામાં આવ્યા હતા. આ સિલસિલામાં CBIએ વિવિધ જગ્યાઓ પર દરોડા માર્યા અને પ્રારંભિક તપાસને આધારે એવી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. CBIએ દરોડા સિવાય કેટલાક ડોક્ટરોના પણ અટકાયત કરી છે, જેમનાં નામ FIRમાં છે, એમ સૂત્રોએ કહ્યું હતું.