રાત્રિ-કરફ્યુ જેવાં પગલાં ઓમિક્રોન પર ભારે પડ્યાં: સર્વે

નવી દિલ્હીઃ છેલ્લાં બે વર્ષથી કોરોના વાઇરસના અને એના નવા વાઇરસ ઓમિક્રોને કેર મચાવ્યો છે. જેને પગલે કેટલાંય રાજ્યોમાં વીક-એન્ડ લોકડાઉન અને રાત્રિ-કરફ્યુની જાહેરાત કરવી પડી હતી. પણ એ નિર્ણય સંક્રમણ ઓછો કરવામાં અસરકારક સાબિત થયો? એનો ખુલાસો બેંગલુરુમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં થયો હતો. ઇન્ડિયન સ્ટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને યુનિવર્સિટી ઓફ વર્જિનિયા બાયોકોમ્પેલ્કસિટી ઇન્સ્ટિટ્યૂટે –સંયુક્ત રીતે કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે રાત્રિ કરફ્યુ અને વીક-એન્ડ કરફ્યુને કારણે ઓમિક્રોન વેરિયેન્ટના સંક્રમણમાં ઘટાડો થયો છે.

ઓમિક્રોન એક વધુ સંક્રમણ વેરિયન્ટ છે અને કોરોનાના પ્રતિબંધો લાગુ હોવા છતાં ઝડપથી ફેલાય છે અને લોકોને સંક્રમિત કરે છે. દેશમાં ડિસેમ્બરના અંત અને નવા વર્ષના પ્રારંભથી કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો થયો હતો, પણ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લેવાયેલાં પગલાંને કારણે કેસોમાં ઘટાડો આવવા શરૂ થયો હતો. આ સ્ટડીમાં સામેલ સંશોધનકર્તાઓએ કહ્યું હતું કે તેમણે ગૂગલ દ્વારા પ્રકાશિત કોમ્યુનિટી મોબિલિટી રિપોર્ટનો ઉપયોગ કર્યો હતો અને અભ્યાસ કર્યો હતો.

આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે કોરોનાના પ્રતિબંધોને કારણે કેસોમાં ઘટાડો થયો હતો અને આ સંખ્યા પ્રતિબંધોને કારણે આવનારા નવા કેસોની તુલનામાં ઘટાડો થયો હતો. આ ઉપરાંત ત્રીજી લહેર પીક પર આવ્યા પછી કેસો ઘટવાતરફી થયા હતા. દિલ્હી, મુંબઈ, ગુજરાત અને કેરળ પછી કર્ણાટક પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાયું હતું અને આ રાજ્યો ટોચના સ્થાને હતાં. જોકે કેસો ઘટતાં રાજ્ય સરકારે પ્રતિબંધો હળવા કરવાનો નિર્ણય કર્યા છે.