નુપૂર શર્માને ધમકી આપનારની દિલ્હીમાં ધરપકડ

નવી દિલ્હીઃ મોહમ્મદ પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલાં રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્માને ધમકી આપનાર ભીમ સેના પાર્ટીના વડા નવાબ સતપાલ તંવરની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. તંવરે રૂ. એક કરોડનું ઈનામ આપવાની જાહેરાત પણ કરી હતી અને નુપૂરને ધમકી આપી હતી. પોલીસના સાઈબર ક્રાઈમ વિભાગના અધિકારીઓએ તંવરને એમના નિવાસસ્થાનેથી પકડ્યા છે. તંવરે એવી જાહેરાત કરી હતી કે જે કોઈ વ્યક્તિ નુપૂરની જીભ કાપીને લાવશે એને પોતે રૂ. એક કરોડનું ઈનામ આપશે.

નુપૂરને આ ધમકી આપવા બદલ દિલ્હીના ગુરુગ્રામ શહેરની પોલીસે તંવર સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે તંવર સામે આઈપીસીની અનેક કલમ હેઠળ ફરિયાદ નોંધી છે, જેમાં સમાજમાં વિવિધ જૂથ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા, મહિલાની લજ્જાનું ઈરાદાપૂર્વક અપમાન કરવા અને ક્રિમિનલ ધમકી આપવાના ગુનાનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે તંવર અગાઉ પણ આ પ્રકારની ધમકીઓ આપી ચૂક્યા છે અને ઈનામો જાહેર કરી ચૂક્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]