મધ્યપ્રદેશમાં રાજકીય ડ્રામાનો રંગ જામતો જાય છે…

ભોપાલઃ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ ધારાસભ્ય હરદીપ સિંહ ડંગગે રાજીનામું આપ્યાની સાથે જ હવે રાજનૈતિક ડ્રામામાં નવો વળાંક આવ્યો છે. સિંહનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પત્રમાં ડંગે લખ્યું કે, બીજીવાર લોકોનો જનાદેશ મળવા છતાય પાર્ટી દ્વારા તેમની સતત અવગણના કરવામાં આવી રહી છે. ડંગના રાજીનામાના તુરંત જ બાદમાં ભાજપના બે ધારાસભ્યોએ મુખ્યમંત્રી કમલનાથ સાથે તેમના સત્તાવાર આવાસ પર મુલાકાત કરી. મૈહર સીટથી ભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠીએ કેબિમેટ મંત્રી સુરેન્દ્ર સિંહ સાથે કમલનાથના ઘરે પહોંચ્યા હતા. બાદમાં તેમણે વિધાનસભા અધ્યક્ષ સાથે મુલાકાત કરી. કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે, તેમણે રાજીનામું આપી દીધું છે. જો કે તેમણે આ મામલે કહ્યું કે ના આવું કશું જ નથી. રાત્રે આશરે એક વાગ્યે ભાજપના અન્ય ધારાસભ્ય સંજય પાઠક પણ મુખ્યમંત્રી આવાસથી બહાર નિકળતા દેખાયા હતા.

તો મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના નેતા ગોપાલ ભાર્ગવ અને નરોત્તમ મિશ્રા પણ દિલ્હી પહોંચ્યા અને તેમણે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે બેઠક કરી. આ વચ્ચે કોંગ્રેસના બે ધારાસભ્યો, પૂર્વ મંત્રી બિસાહૂલાલ સિંહ અને રઘુરાજ કનસાના અને એક નિર્દલીય ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ શેરાએ મૌન ધારણ કર્યું છે. ત્રણેય ધારાસભ્ય છેલ્લા કેટલાક દીવસથી ગાયબ છે.

મધ્યપ્રદેશની રાજનીતિમાં તે સમયે હોબાળો શરુ થયો કે જ્યારે સુવાસરાથી કોંગ્રેસના ધારાસભ્ય હરદીપ ડંગે રાજીનામું આપ્યું છે. તો છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ ધારાસભ્યોએ કોંગ્રેસના ભાજપ પર ધારાસભ્યોને બંધક બનાવવામાં આવેલા આરોપોને ફગાવ્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય હરદીપ ડંગે પોતાનું રાજીનામું વિધાનસભા સચિવાલય અને મુખ્યમંત્રીને આપ્યું છે.