લખનઉઃ મદરેસામાં પોલીસના દરોડા, 51 છોકરીઓને છોડાવાઈ

લખનઉ- ઉત્તરપ્રદેશના લખનઉમાં શહાદત ગંજમાં પોલીસની એક સંયુક્ત ટીમે છાપા મારીને 51 કન્યાઓને છોડાવી હતી. પોલીસે આ મામલે જાણકારી આપતા જણાવ્યું કે જ્યારે રેડ પાડવામાં આવી ત્યારે તે જગ્યાએ 51 છોકરીઓ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ત્યાં રહેલી કન્યાઓએ મેનેજર પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. ગતરાત્રીએ કરવામાં આવેલી આ રેડમાં પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. સાથે જ પોલીસે જણાવ્યું કે મદરેસાના મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી છે.

સમગ્ર મામલે જાણકારી આપતા વેસ્ટ એરિયાના એસીપીએ જણાવ્યું કે અમે લોકો એ માહિતી પ્રાપ્ત કરવાની કોશીષ કરી રહ્યા છીએ કે મદરેસા રજિસ્ટર્ડ હતું કે નહી.