નવી દિલ્હી – આગામી લોકસભા ચૂંટણી માટે શાસક ભારતીય જનતા પાર્ટીએ તેના 184 ઉમેદવારોની પહેલી યાદી આજે જાહેર કરી છે. અહીં ભાજપ મુખ્યાલય ખાતે આજે સાંજે બોલાવેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રીય પ્રધાન જે.પી. નડ્ડાએ પહેલી યાદીમાંના ઉમેદવારોનાં નામોની જાહેરાત કરી હતી. એમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી જ ફરી ચૂંટણી લડશે.
આ યાદીમાં સૌથી ચોંકાવનારું નામ પક્ષપ્રમુખ અમિત શાહ છે. એમને ગુજરાતના પાટનગર ગાંધીનગર બેઠક માટે પસંદ કરવામાં આવ્યા છે. આ બેઠક પરથી ભાજપના સિનિયર નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડ્યા હતા, પણ આ વખતે એમની ટિકિટ કપાઈ ગઈ છે અને એમની જગ્યાએ અમિત શાહને પસંદ કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ લખનઉમાંથી, નીતિન ગડકરી નાગપુરમાંથી, હેમા માલિની મથુરામાંથી, સ્મૃતિ ઈરાની અમેઠીમાંથી, સાક્ષી મહારાજ ફરી ઉનાવમાંથી જ ચૂંટણી લડશે.
આજે કુલ 20 રાજ્યોના 184 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી માત્ર અમિત શાહનું નામ જ જાહેર કરાયું છે.
આજની યાદી માટે ઉત્તર પ્રદેશમાંથી 28 સીટના ઉમેદવારો પસંદ કરાયા છે તો મહારાષ્ટ્રમાંથી 16, આસામમાંથી 8, છત્તીસગઢ અને જમ્મુ-કશ્મીરમાંથી પાંચ-પાંચ, ગુજરાતમાંથી 1, કર્ણાટકમાંથી 22 ઉમેદવારો, કેરળમાંથી 13, મણીપુરમાંથી બે, ઓડિશામાંથી 10, રાજસ્થાનમાંથી 16, સિક્કીમમાંથી 1, તામિલનાડુમાંથી પાંચ, તેલંગણામાંથી 10, ત્રિપુરામાંથી બે, ઉત્તરાખંડમાંથી પાંચ, પશ્ચિમ બંગાળમાંથી 28, આંધ્ર પ્રદેશમાંથી બે, લક્ષદ્વીપમાંથી એક, દાદરા અને નગર હવેલીમાંથી 1, આંદામાન અને નિકોબાર ટાપુઓમાંથી 1 ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે.
543 બેઠકોની લોકસભાની ચૂંટણી સાત રાઉન્ડમાં યોજાવાની છે. એપ્રિલ 11, 18, 23, 29 અને મે મહિનાની 6, 12 અને 19 તારીખે મતદાન યોજાશે. મતગણતરી અને પરિણામ માટે 23 મે તારીખ નક્કી કરાઈ છે. કોઈ પણ પક્ષ કે પક્ષોના જોડાણને સરકાર રચવા માટે 272 બેઠકો જીતવાની આવશ્યક્તા રહેશે.
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (સીઈસી)ની બેઠકો 16, 19 અને 20 માર્ચે નવી દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં મળી હતી. બેઠકનું પ્રમુખપદ અમિત શાહે સંભાળ્યું હતું. એમાં વડા પ્રધાન મોદી, અરૂણ જેટલી, સુષમા સ્વરાજ, રાજનાથ સિંહ, તથા અન્ય સીઈસી સભ્યોએ હાજરી આપી હતી.
ભાજપના કયા નેતા કઈ બેઠક પરથી ચૂંટણી લડશે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી – વારાણસી (ઉત્તર પ્રદેશ)
ભાજપપ્રમુખ અમિત શાહ – ગાંધીનગર (ગુજરાત)
રાજનાથ સિંહ – લખનઉ (ઉત્તર પ્રદેશ)
સ્મૃતિ ઈરાની – અમેઠી (ઉત્તર પ્રદેશ)
નીતિન ગડકરી – નાગપુર (મહારાષ્ટ્ર)
ડો. જિતેન્દ્ર સિંહ – ઉધમપુર (જમ્મુ અને કશ્મીર)
સદાનંદ ગૌડા – બેંગલુરુ (કર્ણાટક)
વી.કે. સિંહ – ગાઝિયાબાદ (ઉત્તર પ્રદેશ)
પૂનમ મહાજન – મુંબઈ ઉત્તર-મધ્ય
હેમા માલિની – મથુરા (ઉત્તર પ્રદેશ)
જુગલ કિશોર – જમ્મુ
સાક્ષી મહારાજ – ઉન્નાવ (ઉત્તર પ્રદેશ)
બાબુલ સુપ્રિયો – આસનસોલ (પશ્ચિમ બંગાળ)
સોફી યુસુફ – અનંતનાગ (જમ્મુ-કશ્મીર)
ખાલિદ જહાંગીર – શ્રીનગર (જમ્મુ-કશ્મીર)
સુભાષ ભાંબરે – ધુળે (મહારાષ્ટ્ર)
કે. રાજશેખરન – તિરુવનંતપુરમ (કેરળ)
હંસરાજ અહિર – ચંદ્રાપુર (મહારાષ્ટ્ર)
અલ્ફોન્સ કે. – એર્નાકુલમ (કેરળ)
પી. રાધાકૃષ્ણ – કન્યાકુમારી (તામિલનાડુ)
અર્જુન રામ મેઘવાળ – બિકાનેર (રાજસ્થાન)
ગજેન્દ્ર સિંહ શેખાવત – જોધપુર (રાજસ્થાન)
રાજ્યવર્ધન સિંહ રાઠોર – જયપુર રૂરલ (રાજસ્થાન)
બી.જે. પાંડા – કેન્દ્રાપાડા (ઓડિશા)
અનંત કુમાર હેગડે – ઉત્તર કનાડા (કર્ણાટક)
કિરન રિજીજુ – અરૂણાચલ વેસ્ટ (અરૂણાચલ પ્રદેશ)
ડો. સત્યપાલ સિંહ – બાગપત (ઉત્તર પ્રદેશ)
લોકેટ ચેટરજી – હુગલી (પશ્ચિમ બંગાળ)
રાઘવ લખનપાલ – સહારનપુર (ઉત્તર પ્રદેશ)
ડો. સંજીવકુમાર બાલ્યાન – મુઝફ્ફરનગર (ઉત્તર પ્રદેશ)
કુંવર ભારતેન્દ્ર સિંહ – બિજનોર (ઉત્તર પ્રદેશ)
કુંંવર સર્વેશકુમાર – મોરાદાબાદ (ઉત્તર પ્રદેશ)
પરમેશ્વરલાલ સૈની – સંભલ (ઉત્તર પ્રદેશ)
કંવરસિંહ તંવર – અમરોહા (ઉત્તર પ્રદેશ)
રાજેન્દ્ર અગ્રવાલ – મેરઠ (ઉત્તર પ્રદેશ)
ડો. મહેશ શર્મા – ગૌતમ બુદ્ધ નગર (ઉત્તર પ્રદેશ)
સતીષકુમાર ગૌતમ – અલીગઢ (ઉત્તર પ્રદેશ)
એસ.પી. સિંહ બાઘેલ – આગરા (ઉત્તર પ્રદેશ)
રાજકુમાર ચાહેર – ફત્તેહપુર સિકરી (ઉત્તર પ્રદેશ)
રાજવીર સિંહ (રાજુભૈયા) – ઈટાહ (ઉત્તર પ્રદેશ)
શ્રીમતી સંઘમિત્રા મૌર્ય – બદાયું (ઉત્તર પ્રદેશ)
ધર્મેન્દ્ર કુમાર – અવનોલા (ઉત્તર પ્રદેશ)
સંતોષકુમાર ગંગવાર – બરેલી (ઉત્તર પ્રદેશ)
અરૂણ સાગર – શાહજહાંપુર (ઉત્તર પ્રદેશ)
અજયકુમાર મિશ્રા – ખેરી (ઉત્તર પ્રદેશ)
રાજેશ વર્મા – સીતાપુર (ઉત્તર પ્રદેશ)
જયપ્રકાશ રાવત – હરદોઈ (ઉત્તર પ્રદેશ)
અશોક રાવત – મિસરીખ (ઉત્તર પ્રદેશ)
સ્વામી સાક્ષીજી મહારાજ – ઉન્નાવ (ઉત્તર પ્રદેશ)
કૌશલ કિશોર – મોહનલાલગંજ (ઉત્તર પ્રદેશ)
રાજનાથ સિંહ – લખનઉ (ઉત્તર પ્રદેશ)
સ્મૃતિ ઈરાની – અમેઠી (ઉત્તર પ્રદેશ)
ડો. હીના ગાવિત – નંદુરબાર (મહારાષ્ટ્ર)
રક્ષા ખડસે – રાવેર (મહારાષ્ટ્ર)
સંજય ધોત્રે – આકોલા (મહારાષ્ટ્ર)
રામદાસ તડસ – વર્ધા (મહારાષ્ટ્ર)
અશોક નેતે – ગડચિરોલી (મહારાષ્ટ્ર)
રાવસાહેબ પાટીલ દાનવે – જાલના (મહારાષ્ટ્ર)
કપિલ મોરેશ્વર પાટીલ – ભિવંડી (મહારાષ્ટ્ર)
ગોપાલ શેટ્ટી – મુંબઈ ઉત્તર (મહારાષ્ટ્ર)
સુજર વિખે – એહમદનગર (મહારાષ્ટ્ર)
ડો. પ્રિતમ ગોપીનાથ મુંડે – બીડ (મહારાષ્ટ્ર)
સુધાકર શ્રૃંગારે – લાતુર (મહારાષ્ટ્ર)
સંજય પાટીલ – સાંગલી (મહારાષ્ટ્ર)
ઓમ બિરલા – કોટા (રાજસ્થાન)
સી.પી. જોશી – ચિત્તોરગઢ (રાજસ્થાન)
અબ્દુલ કાદર – લક્ષદ્વીપ
ડો. રમેશ પોખરીયાલ – હરિદ્વાર (ઉત્તરાખંડ)
અજય ભટ્ટ – નૈનીતાલ (ઉત્તરાખંડ)
નટુભાઈ પટેલ – દાદરા અને નગર હવેલી
(સમગ્ર યાદી વાંચવા માટે આ લિન્ક પર ક્લિક કરો)