નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ને લઈને એક નવો સર્વે આવ્યો છે, જેનાથી ભાજપની ચિંતામાં વધારો થયો છે. આ સર્વેમાં UPAની સીટો અને મત ટકાવારી વધવાનો અંદાજ છે. જોકે ભાજપના નેતૃત્વવાળું ગઠબંધન NDA સતત ત્રીજી વાર કેન્દ્રમાં સરકાર બનાવવા મહેનત કરી રહ્યું છે. ત્રણ મોટાં રાજ્યોમાં કરવામાં આવેલા C વોટર અને ઇન્ડિયા ટુડે દ્વારા સર્વેમાં આ વાત સામે આવી છે.
નવો સર્વે ભાજપની મુશ્કેલીઓ વધારનારો છે, જે ત્રણે રાજ્યોમાં સર્વે થયો છે, એમાંથી બેમાં ભાજપનું બે પાર્ટીઓ સાથેનું ગઠબંધન તૂટ્યું છે અને એના લીધે ભાજપના દેખાવ પર પડી શકે છે. કોંગ્રેસના નેતૃત્વવાળા UPA ગઠબંધનનેએનો લાભ થાય એવી શક્યતા છે.
લોકસભાની ચૂંટણી 2024 માટે કરવામાં આવેલા સર્વેમાં 1.39 લાખથી વધુ લોકોએ ભાગ લીધો છે. આ સર્વે ત્રણ મોટાં રાજ્યો- મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકમાં કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં સંકેટ મળી રહ્યો છે કે UPAનો જાદુ ચાલવાનો છે. મહારાષ્ટ્રમાં UPA ગઠબંધનની સીટ વધી શકે છે. 48માંથી 34 UPAને મળે એવી શક્યતા છે, જ્યારે બિહારમાં 40માંથી 25 અને કર્ણાટકમાં UPAને 17 સીટો મળે એવી શક્યતા છે. જેથી આવનારી લોકસભાની ચૂંટણીમાં NDAની મુશ્કેલીઓમાં વધારો થશે. લોકસભાની ચૂંટણીમાં હવે UPમાં સાત સહિત સીટો પર બહુ ઓછા મતોથી NDA જીત્યું હતું. આ ઉપરાંત લોકસભાની 116માંથી 76 સીટો પર પરિણામ આશ્ચર્યજનક આવે એવી શક્યતા છે.
